કચ્છ ભાજપમાં 70 કારોબારી સભ્ય વરાયા

ભુજ, તા. 16 : કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઇ પટેલ દ્વારા પ્રદેશ ભાજપ સાથે સંકલન કરીને જિલ્લા ભાજપ સંગઠનની કારોબારીની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત ગાંધીધામ શહેર ભાજપ સંગઠનના ઉપપ્રમુખ નરેશભાઇ ગુરબાણીને શહેર ભાજપના મહામંત્રી તરીકેની નવી જવાબદારી નિયુક્ત કર્યા બાદ ખાલી પડેલ ઉપપ્રમુખ પદની પણ વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેની યાદી આ મુજબ હોવાનું જિલ્લા ભાજપ મીડિયા સહ ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું છે. કારોબારી સભ્યપદે વરાયેલામાં જયશ્રીબેન એચ. મકવાણા (ભુજ ઝોનના), મંજુલાબેન ઉપાધ્યાય (ભુજ), હેમલતાબેન ગોર, હર્ષદભાઇ દયારામ ઠક્કર, નરેશભાઇ મહેશ્વરી, કૌશલભાઇ મહેતા, નરેન્દ્રભાઇ પ્રજાપતિ, સુનિલભાઇ કંસારા, પુજાબેન વી. ઘેલાણી, રેખાબેન આર. દવે, મંદાબેન પટ્ટણી, નેહાબેન એન. કોટક, શ્રવણસિંહ વાઘેલા, મીનાબેન રાજેશભાઇ ગોર, નામેરીભાઇ જે. ઢીલા (ભચાઉ તાલુકાના, અનિલભાઇ રામદાસભાઇ સાધુ, શંકરભાઇ પુનાભાઇ છાંગા, નારાણભાઇ મેરામણભાઇ ઢીલા, ધનજીભાઇ હરજીભાઇ ભુવા (ભુજ તાલુકાના), હઠુભા બી. જાડેજા, ડો. વિજયસિંહ જાડેજા, કૌશલ્યાબેન જે. માધાપરિયા, નિલેશભાઇ લાલજી વરસાણી, નારાણભાઇ કુંવરજીભાઇ ભુડિયા, જેમલભાઇ રબારી, બાબુલાલ ચોપડા (નખત્રાણા)ના, કેસરબેન સામત મહેશ્વરી, લાલજીભાઇ હંસરાજ રામાણી, ચંદનસિંહ રાણસિંહ રાઠોડ , વસંતભાઇ વેલજીભાઇ વાઘેલા, સુરેન્દ્રસિંહ જાડેજા - માતાનામઢ (લખપત)ના, વિક્રમસિંહ સતુભા સોઢા, સુમરા મોડ જાફર, વિક્રમસિંહ જાડેજા-વિંઝાણ (અબડાસા)ના, ચેતનભાઇ રાવલ, ઉમરશીભાઇ ભાનુશાલી (અબડાસા)ના, વાડીલાલભાઇ પટેલ, મધુકાંતભાઇ શાહ (ગાંધીધામ)ના, મોમાયભા ગઢવી, ગીતાબેન ગણાત્રા, મુકેશભાઇ લખવાણી, કૈલાશબેન ભટ, પારુલબેન હરેશભાઇ મહેશ્વરી (ભુજ), ધર્મિષ્ઠાબેન ગોર (ગાંધીધામ), હસમુખ કોડરાણી (અંજાર), લવજીભાઇ સોરઠિયા, પ્રકાશભાઇ કોડરાણી, જયશ્રીબેન મહેતા, બાબુભાઇ ભીમાભાઇ હુંબલ (અંજાર તાલુકા)ના, માદેવા ધનજીભાઇ માતા (અંજાર તાલુકો), શિવજીભાઇ બીજલભાઇ સથવારા, ભાવનાબેન રૂપારેલ, કંચનબેન વાઘેલા, ભૂપેન હરસુખલાલ મહેતા (મુંદરા), છાયાબેન ગઢવી?(મુંદરા), માલિનીબેન ગોર, મનુભા કાનાભા ગઢવી (ભચાઉ શહેર), સામજીભાઇ તેજાભાઇ ખટારિયા (ગાંધીધામ તા.), નવીનભાઇ નારાણભાઇ જરૂ, ચંદુલાલ હિરજીભાઇ વાડિયા (માંડવી તાલુકો), વિશ્રામભાઇ રામજી સંઘાર, રેખાબેન પ્રજાપતિ (રાબડિયા), ડોલરરાય ગોર (રાપર તાલુકો), ધર્મેન્દ્રભાઇ કચ્છી, બબીબેન સોલંકી, અંબાવીભાઇ વાવિયા (રાપર), ઘનશ્યામભાઇ પુજારા, દિનેશભાઇ હિરાણી (માંડવી), ધનવંતીબેન ગરવા, નેહાબેન ગઢવીની નિયુક્તિ કરાઇ છે. તો ગાંધીધામ શહેર ભાજપ ઉપપ્રમુખ પદે કનૈયાલાલ કિશનચંદ બસીતાની વરણી કરાઇ છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer