ભુજના નવી શરતના મકાનના કેસમાં મકાનમાલિક દ્વારા લેન્ડ ગ્રેબિંગ માટેની તૈયારી

ભુજ, તા. 16 : શહેરમાં મુંદરા રિલોકેશન સાઇટ ખાતે પ્રમુખસ્વામી નગર વિસ્તારમાં તોરલ ગાર્ડન પાસેના સી.-5 નંબરના નવી શરતના મકાનના કેસ બાબતે કરાયેલી ફરિયાદો અને આક્ષેપોને નકારી કાઢી આ મકાનના મુળ માલિક દ્વારા તેઓ હવે આ મામલામાં લેન્ડ ગ્રેબીંગ ધારા તળેના કાયદા હેઠળ કાયદાકીય કાર્યવાહીની તૈયારી કરી રહયા હોવાની પ્રતિક્રિયા આપી હતી. આ પ્લોટના માલિક મનીષ નરશીં ડાભીએ તેમના વકીલ ધારાશાત્રી નિપુણ સી. માંકડ દ્વારા એક યાદીમાં આ પ્રતિક્રિયા સાથે જણાવ્યું હતું કે આ મામલામાં કરાયેલી ફરિયાદો અને આક્ષેપો ખોટા છે. વાસ્તવમાં આ મકાન ભાડે અપાયેલું હતું અને ભાડાના કરાર કરાવવાના બહાને નોટરી પાસે પાવરનામું રજીસ્ટર કરાવી લેવાયું હતું. આ પાવરનામું પણ ફેબ્રુઆરી-2009માં રદ કરી નાખવામાં આવ્યું છે. પ્રકરણમાં શુભ આશયથી શ્રી ડાભીએ અત્યાર સુધી કોઇ કાયદાકીય કાર્યવાહી કરી નથી. પણ હવે  લેન્ડ   ગ્રેબીંગ  ધારા તળે કાર્યવાહી માટેની તૈયારી કરાઇ રહી હોવાનું  તેમણે  ઉમેર્યું  હતું.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer