જિલ્લા પંચાયતની સમિતિઓના અધ્યક્ષ થવાના પ્રયાસો તેજ કરતા સદસ્યો

ભુજ, તા. 16 : કચ્છ જિલ્લા પંચાયતની ગત ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો દ્વારા સમિતિઓના અધ્યક્ષ થવા માટે પક્ષ કક્ષાએ  ગતિવિધિ તેજ થઇ?હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.વર્તમાન બોડીની પ્રથમ સામાન્ય સભામાં પ્રમુખ અને ઉપપ્રમુખની  વરણી કરાઇ તો બીજી સામાન્ય સભાએ બજેટને બહાલી આપી.હવે ત્રીજી સામાન્ય સભા કોરોનાકાળના  કારણે ક્યારે યોજાશે તેવી અસમંજસનો અંત તુરતમાં દેખાઇ રહ્યો છે. જુલાઇના પહેલા અઠવાડિયામાં મળી શકે તેવી સંભાવનાઓ હોવાથી મોટા માથાઓ દ્વારા પોતપોતાનો મજબૂત પક્ષ રાખવા સાથે સંબંધોની ભલામણો સાથેના પ્રયાસો આદરાયા હોવાનું સૂત્રો માની રહ્યા છે. જિલ્લા પંચાયતની મહત્ત્વની ગણાતી કારોબારી સમિતિ પાસેથી બિનખેતીની મંજૂરીની સત્તા જતી રહ્યા બાદ બાંધકામ સમિતિ મોખરાની બની છે, ત્યારે તેના પર કબ્જો કરવા માટે વિશેષ ધ્યાન અપાતું   હોવાનું મનાઇ રહ્યું છે.આગામી ત્રીજી સામાન્ય સભામાં વિકાસ કામોને  મંજૂરી, ગ્રાન્ટ, અગાઉની બોડીમાં બહાલ કરાયેલા પણ વિકાસ કમિશનર દ્વારા 2017થી અમુક કામો પર લગાવાયેલી રોકના કારણે અટકેલાં કામો પર વિચારણા કરી તેને બદલે અન્ય કામો અપાય તે સહિતની સંભાવનાઓ જોવાઇ?રહી છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer