માધાપરની સંસ્થાને સોલાર રૂફ ટોપ માટે પાંચ લાખનું દાન મળ્યું

ભુજ, તા. 16 : તાલુકાના માધાપર ખાતે આવેલી શ્રીહરિ શાંતિનિકેતન વયસ્ક વિશ્રામગૃહને સોલાર રૂફ?ટોપ માટે રૂા. પાંચ લાખનું માતબર દાન ભુજના દાતા રસિકભાઇ?ઠક્કર (અજન્તા ઇન્જિ.) તરફથી અપાયું હતું. વર્તમાન સ્થિતિએ આ દાનથી મોટી રાહત થશે તેવું સંસ્થાના મંત્રી જયંતીભાઇ દૈયાએ જણાવ્યું હતું. સાદા સમારંભમાં દાતા તરફથી રૂા. પાંચ લાખનો ચેક સંસ્થાના ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં સ્વીકારી રસિકભાઇનું બહુમાન કરાયું હતું અને ટ્રસ્ટીઓ દ્વારા આભારની લાગણી વ્યક્ત કરાઇ હતી. સોલાર રૂફ?ટોપથી સંસ્થાને લાઇટ બિલનું મોટું ખર્ચ કાયમી ધોરણે બચી જશે. સંસ્થાના ટ્રસ્ટીઓ ઇશ્વરભાઇ ઠક્કર, મણિલાલભાઇ?ઠક્કર, જયંતીભાઇ?દૈયા, ભરતભાઇ ભીંડે, દિલીપભાઇ ભીંડે, નટવરભાઇ રાયકુંડલ, વિનોદભાઇ?પ્રેમજી સહિતના?ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. સંસ્થા પ્રમુખ નરેન્દ્રભાઇ મીરાણીએ શુભેચ્છા પાઠવી હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer