વયસ્કોનો ખાલીપો દૂર કરવાનો પ્રયાસ હાથ ધરાયો

ભુજ, તા. 16 : વડીલો સમાજનું અવિભાજ્ય અંગ, ઘરના મોભી અને પથદર્શક છે. જીવનના અંતિમ પડાવમાં તેમને દયા નહીં, પરંતુ વાત્સલ્યસભર હૂંફની જરૂરત છે. તેમનો ખાલીપો દૂર કરવા ઉત્સાહવર્ધક કાર્યક્રમો યોજવા ખૂબ જ આવશ્યક છે.જૈન સેવા સંસ્થા, નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે માતા લીલાવંતીબેન જે. મહેતાના આત્મશ્રેયાર્થે, હંસાબેન ચમનલાલભાઇ મહેતાના સહયોગથી મેઘજી સેજપાલ જૈન આશ્રમ માંડવીમાં 100 વ્યસ્કનો ખાલીપો દૂર કરવા વડીલ વંદનાના કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી સંસ્થાના પ્રમુખ વી.જી. મહેતાએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું.કાર્યક્રમનો પ્રારંભ સમગ્ર વિશ્વમાંથી કોરોના મહામારી નાબૂદ થાય તે માટે મંત્રાધિરાજ નવકાર મહામંત્રના જાપથી કરાયો  હતો. પ્રોજેકટ ચેરમેન દિનેશ શાહે પ્રસંગ પરિચય સાથે દરેકને આવકાર્યા, શાંતિલાલ મોતાએ સંસ્થા પરિચય આપ્યો હતો. વડીલ વંદનાના કાર્યક્રમના આગળના દોરમાં દાતા પરિવારના ચમનલાલભાઇ મહેતા, હંસાબેન મહેતા, જેઠાલાલભાઇ મહેતા, ચંદ્રિકાબેન મહેતા વિ.ના હસ્તે 100 જેટલા આશ્રમવાસીને કેસર કેરી, જાંબુ, મોસંબી આદિનું વિતરણ કરાયું હતું. દરેકને કોરોના મહામારીથી બચવા માસ્ક આપવામાં આવ્યા હતા. ત્યારબાદ દાતા પરિવાર દ્વારા આશ્રમવાસી બહેનોને સાડી તેમજ ભાઇઓને પેન્ટ સાથે ટી-શર્ટની ભેટ આપવામાં આવી હતી. તેમજ આશ્રમવાસી સ્ટાફગણને ફ્રૂટ ડિશ, નવાં વત્રો અર્પણ કરી પ્રોત્સાહિત કરાયા હતા. અનિલભાઇ ટાંકે આભાર વ્યક્ત કર્યો હતો. હીરેન દોશી, પ્રદીપ દોશી, દિનેશ શાહ, શાંતિલાલ મોતા, રસીલાબેન દોશી, અંકુર મોતા, અનસૂયા શાહ, જયશ્રી ગિરનારીએ સહયોગ આપ્યો હતો. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer