વેલસ્પનના સિનિયર મેનેજર ઉપર હુમલો

ગાંધીધામ, તા. 16: અંજાર તાલુકાના વરસામેડી નજીક આવેલી એક ખાનગી કંપનીના સિનિયર મેનેજરને ચાર શખ્સોએ માર માર્યો હતો.વરસામેડી નજીક વેલસ્પન કંપનીની વેલહોમ કોલોનીમાં રહેતા અને કંપનીના સિનિયર મેનેજર સંજીવકુમાર હરિશંકર સિન્ધી ઉપર ગઈકાલે રાત્રે આ હુમલો થયો હતો. આ ફરિયાદી યુવાન કોલોનીના ગેઈટ પાસે હતો ત્યારે કંપનીમાં કામ કરતા કેતન બારોટ, મયૂર ડાંગર તથા મનોજ મણવર અને એક અજાણ્યો શખ્સ એમ ચાર શખ્સો ત્યાં આવ્યા હતા અને કોઈ જૂની અદાવતનું મનદુ:ખ રાખી આ સિનિયર મેનેજરને મારમારી, ધમકી આપી ત્યાંથી નાસી ગયા હતા. મારામારીના આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી બનાવ પછવાડેનું કારણ જાણવા આગળની તપાસ હાથ ધરી છે.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer