રામવાવમાં દીવાલ બાંધવા બાબતે વૃદ્ધ ઉપર હુમલો

રાપર, તા. 16 : તાલુકાના રામવાવ ગામમાં બે શખ્સોએ વૃધ્ધ ઉપર હુમલો કર્યો હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવ ગત તા. 15ના સવારે 9 વાગ્યાના અરસામાં બન્યો હતો. આરોપીઓ બનેસિંહ દેસળજી જાડેજા અને શીવુભા દેશળજી જાડેજાએ ફરીયાદી જીલુભા ખીમાજી જાડેજા (ઉ.વ.70) ઉપર હોકી વડે હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત વૃધ્ધને ડાબા હાથના ભાગે અસ્થિભંગ સહીતની ઈજાઓ પહોંચી હતી. દીવાલ બનાવવાની બાબત બનાવ પાછળ કારણભુત હોવાનું પોલીસ ફરીયાદમાં જણાવાયું છે.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer