કિવી ટીમને તેની નબળાઇઓ ભારે પડી શકે

ઇંગ્લેન્ડના સાઉધમ્પટનમાં આવતીકાલ તા. 18થી 22 જૂન સુધી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડ પ્રથમ વખત કોઇ તટસ્થ સ્થળે રમશે. ફાઇનલથી પહેલાં જ ન્યૂઝીલેન્ડની ટીમે ઇંગ્લેન્ડની ટીમને ટેસ્ટ સિરીઝમાં 1-0થી હાર આપી છે અને તેનો મનોવૈજ્ઞાનિક લાભ કિવી ટીમને મળશે, પરંતુ કિવી ટીમની કેટલીક નબળાઇઓ છે જેને દૂર કરવી તેમને જરૂરી છે. ન્યૂઝીલેન્ડ?ટીમની નબળાઇઓ અંગે જોઇએ તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ દરમ્યાન ટીમના ઓપનર બેટસમેનનું પ્રદર્શન સારું રહ્યું નથી. તેઓ 36 દાવમાં ફક્ત બે સદી જ બનાવી શક્યા છે, જ્યારે બીજી તરફ?ટીમ ઇન્ડિયાના ઓપનરો આ સમયમાં સાત સદી લગાવી ચૂક્યા છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમતાં ડેવોન કોનવેએ બેવડી સદી કરી એ કિવી?ટીમ માટે રાહતના સમાચાર ગણી શકાય, પરંતુ તેની પાસે અનુભવ ઓછો છે એવામાં ટોમ લાથમને જવાબદારી લેવી પડશે.વળી કિવી ટીમનો વિદેશમાં દેખાવ સારો રહ્યો નથી. સાત ટેસ્ટમાંથી ટીમને ફક્ત બેમાં જ જીત મળી છે, જ્યારે ચાર મેચમાં હાર ખમવી પડી છે. જ્યારે ટીમ ઇન્ડિયાએ આઠમાંથી ચાર મેચમાં જીત નોંધાવી છે અને ત્રણમાં હાર મળી છે અને વધુમાં ઓસ્ટ્રેલિયા સામે તેની જ ધરતી પર અદ્ભુત સફળતા મેળવી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ રમવાવાળી નવ ટીમની જો વાત કરવામાં આવે તો તેમાં ન્યૂઝીલેન્ડના સ્પિન બોલરોનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું છે. કિવી ટીમના 11 બોલરોએ 393 ઓવરમાં 25 વિકેટ મેળવી છે, જ્યારે આ સમયગાળામાં ભારતીય સ્પિન બોલરોએ સૌથી વધુ 138 વિકેટ ખેરવી છે. આ મહત્ત્વનું પાસું ગણાય છે, કેમ કે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવે છે કે સાઉધમ્પટનની પીચ છેલ્લા બે દિવસ સ્પિન બોલરોને મદદ કરશે.ઇંગ્લેન્ડમાં ઓપનરોને બેટિંગ કરવામાં ઘણી મહેનત કરવી પડતી હોય છે, કારણ?કે નવો દડો સ્વિંગ થતો હોય છે. આવામાં મધ્ય ક્રમના બેટસમેનોની જવાબદારી વધી જતી હોય છે. કિવી ટીમના મધ્ય ક્રમના બેટ્સમેનોએ 34ની સરેરાશથી 2017 રન બનાવ્યા છે, જેમાં ચાર સદી અને 9 અર્ધસદીનો સમાવેશ?થાય છે. જ્યારે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ સાત સદી અને 24 અર્ધસદીની મદદથી 42ની એવરેજ સાથે 3824 રન બનાવ્યા છે. આમ ટીમ ઇન્ડિયાનું પલડું ભારે છે. અત્યારે ન્યૂઝીલેન્ડની ટીમ ભલે નંબર વન છે પરંતુ વર્ષ 2000 પછી ઇંગ્લેન્ડમાં તેની ટીમનો દેખાવ કંઇ સારો રહ્યો નથી. કિવીની ટીમે 12 ટેસ્ટમાંથી ફક્ત બેમાં જ જીત હાંસલ કરી છે અને આઠમાં પરાજય ખમવો પડયો છે. બીજી તરફ ભારતીય ટીમ 21 ટેસ્ટ મેચમાં ચારમાં જીત અને 12માં હારનો સામનો કરી ચૂકી છે. આમ જીત અને અનુભવના મામલે ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડથી આગળ નીકળી જાય છે. -જય મચ્છર 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer