વિજેતા ટીમને ઈનામમાં મળનારી રકમ કોહલીના આઈપીએલ પગારથી ઓછી

આઈસીસીએ પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ઈનામ રકમ જાહેર કરી છે. વિજેતાને લગભગ 11.72 કરોડની રકમ મળશે અને રનરઅપને 5.85 કરોડ મળશે. જો કે, વિજેતાને મળેલી ઈનામની રકમ વિરાટ કોહલીના આઈપીએલ પગારથી ઓછી છે. આઈપીએલમાં કોહલીને દર સિઝનમાં 17 કરોડ રૂપિયા મળે છે. વિરાટ કોહલી અને કેન વિલિયમસન બંને તેમની કપ્તાની હેઠળ હજી સુધી આઈસીસી ટ્રોફી જીતી શક્યા નથી. આવી સ્થિતિમાં બંને અહીં ખિતાબ જીતવા માગશે.એક અહેવાલ મુજબ જો મેચ ટાઈમાં પૂરી થાય તો બંને ટીમો સંયુક્ત રીતે જીત મેળવશે. આવી સ્થિતિમાં બંને ટીમોને ચેમ્પિયન અને રનરઅપની સમાન ઈનામ રકમ મળશે. આવી સ્થિતિમાં બંને ટીમોને આશરે 8.78 કરોડ રૂપિયા મળશે. એટલું જ નહીં, વિજેતા ટીમને આઈસીસી તરફથી ગદા પણ મળશે. આઈસીસીએ પણ ફાઈનલ માટે એક દિવસનો અનામત દિવસ રાખ્યો છે. તેનો ઉપયોગ ફક્ત ત્યારે જ કરવામાં આવશે જ્યારે સંપૂર્ણ પાંચ દિવસનો ખેલ ન હોય. જો કે, આ અંગેનો આખરી નિર્ણય મેચ રેફરી લેશે.આઈસીસીએ 2019માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆત કરી હતી, જેમાં કુલ 9 ટીમોને તક આપવામાં આવી હતી. બધી ટીમોએ 6-6 શ્રેણી રમવાની હતી. ત્રણ ઘરઆંગણે અને ત્રણ વિદેશી ધરતી પર, પરંતુ કોરોનાને કારણે ઘણી શ્રેણી મુલતવી રહી હતી. પોઈન્ટ ટેબલમાં ટીમ ઈન્ડિયા પ્રથમ અને ન્યૂઝિલેન્ડની ટીમ બીજા સ્થાને રહી હતી.2023 અને 2031 વચ્ચે આઈસીસી વધુ ચાર સિઝનનું આયોજન કરશે. આઈસીસી ચાર પ્રકારની ઈવેન્ટ્સનું આયોજન કરે છે. વન ડે, વર્લ્ડ કપ, ટી-20 વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ. ચેમ્પિયન્સ ટ્રોફીનો કાર્યક્રમ બંધ થઈ ગયો હતો, પરંતુ આઈસીસી ફરી તેની શરૂઆત કરી રહી છે. તેનું આયોજન 2025 અને 2029માં થવાનું છે. જો ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈલન જીતશે તો ચારેય આઈસીસી ટ્રોફી જીતનાર પ્રથમ ટીમ બનશે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer