કોવિડ સેન્ટરમાં સેવા આપનારા કાર્યકરોનું નાગોરમાં સન્માન

રાયધણપર (તા. ભુજ), તા. 16 : નાગોર ગ્રામ પંચાયત પ્રાયોજિત અને નાગોર કોવિડ સેવા સમિતિ દ્વારા સંચાલિત કોવિડ આઇસોલેશન સેન્ટર, નાગોર ગામમાં કોરોના સંક્રમણને અટકાવવામાં મહત્ત્વની ભૂમિકામાં રહ્યા બાદ આ કોવિડ આઇસોલેશન સેન્ટરનું સમાપન કરવામાં આવતાં તમામ સ્વયંસેવકોને બિરદાવવામાં આવ્યા હતા.નાગોરની પ્રાથમિક શાળામાં ચાલેલાં આ આઇસોલેશન સેન્ટરમાં રેપિડ ટેસ્ટ દરમ્યાન 91 લોકોનો ટેસ્ટ થયેલો, જેમાં આઠ દર્દી કોરોના પોઝિટિવ તે સમયે જણાતાં આ સેન્ટરમાં આઇસોલેટેડ કરાયા હતા. અહીં ગામલોકો દ્વારા તમામ દર્દીઓને રહેવા, જમવા, તબીબી સારવાર સુવિધા, મેડિકલ ચેકઅપ સુવિધા નિ:શુલ્ક રાખવામાં આવી  હતી. આ આઇસોલેશન સેન્ટરમાં કોવિડ સેવા સમિતિના પ્રવીણકુમાર મોહનભાઇ કાતરિયા, પ્રવીણભાઇ હડિયા, અમૃતલાલભાઇ કાતરિઆ,  જુસબભાઈ, વિજેશભાઇ સોલંકીની દેખરેખમાં આ સેવા અપાઇ હતી. આ સેન્ટરમાં ડો. જિતેન્દ્ર ભાનુશાલી, સંજયભાઇ ભાટી, ડો. શિલ્પાબેન ધોરિયા, ઉર્મિલાબેન ચાડ, ડો. કેયૂરીબેન ચૌહાણ, ઉર્મિબેન સોલંકી, મનીષાબેન હીરજી આહીર, નંદનીબેન ભરત આહીર, મનોજભાઇ આહીર દ્વારા તબીબી સેવા આપવામાં આવતાં સમાપન પ્રસંગે ગામલોકો અને દર્દીઓ દ્વારા લાગણીસભર આભાર વ્યક્ત કરાયો હતો. આ પ્રસંગે ગામનાં સરપંચ વિજયાબેન અરવિંદ કાતરિયાએ દર્દીઓને શુભેચ્છા અને સેવા સમિતિને અભિનંદન આપી નાગોર ગામનાં આ સેવાકાર્યને બિરદાવ્યું હતું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer