ઝુરામાં એસિડ પી લઇને યુવતીની અકળ આત્મહત્યા

ઝુરામાં એસિડ પી લઇને યુવતીની અકળ આત્મહત્યા
ભુજ, તા. 15 : તાલુકાના ઝુરા ગામે 24 વર્ષની વયની ભારતી પુરસોત્તમ ગજરા નામની ભાનુશાલી યુવતીએ એસિડ પી લઇ પોતાના જીવનનો અંત આણ્યો હતો. ભુજ એ-ડિવિઝન પોલીસે આપેલી માહિતી મુજબ ગત તા. 9મીના આ હતભાગી યુવતી તેના ઘરે એસિડ પી ગઇ હતી.સારવાર માટે ભુજ ખસેડાયા બાદ ખાનગી હોસ્પિટલમાં ગત રાત્રે તેણે અંતિમશ્વાસ લીધા હતા.મરનારે કયા કારણે આ આત્મઘાતી પગલું ભર્યું તે હજુ સ્પષ્ટ થયું નથી.આ દિશામાં પોલીસે છાનબીન હાથ ધરી છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer