રતિયા નજીક ખનિજનું ગેરકાયદે ઉત્ખનન દરોડામાં કાયદાની ઝપટે

રતિયા નજીક ખનિજનું ગેરકાયદે ઉત્ખનન દરોડામાં કાયદાની ઝપટે
ભુજ, તા. 15 : તાલુકામાં રતિયા નજીક ધોંસા તરફ?જતા માર્ગે ડુંગરોની વચ્ચે ચાલી રહેલી ગેરકાયદે ખનિજનું ઉત્ખનન પોલીસ દળે જિલ્લા સ્તરેથી દરોડો પાડી ઝપટમાં લીધું હતું. આ કાર્યવાહીમાં 11 લાખના સાધન અને વાહનો સાથે ત્રણ જણની અટક કરવામાં આવી હતી. પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ બાતમીના આધારે પાડેલા આ દરોડામાં મૂળ પીરવાડી (સુમરાસર હાલે કોડકી) રહેતા આમદ અબ્દુલા જત, સુખપર (ભુજ)ના ઇબ્રાહીમ આમદ જત અને રતિયા (ભુજ)ના મામદરહીમ આમદ ઓઢેજાની અટક કરાઇ હતી. પોલીસ સાધનોએ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે, રતિયા-ધોંસા માર્ગની ડાબી બાજુએ ડુંગરો વચ્ચે ગેરકાયદે ઉત્ખનન થતું હોવાની બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરાઇ હતી. દરોડા સમયે ડુંગરો તોડીને ખનિજનું ઉત્ખનન ચાલુ હતું, અટક કરાયેલા શખ્સો રોયલ્ટી અને અન્ય કોઇ?આધારો રજૂ કરી શક્યા નહોતા. આ પછી પોલીસે એક જે.સી.બી., બે ટ્રક અને 10 ટન ખનિજનો જથ્થો મળી રૂા. 11.02 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. કાર્યકારી પી.આઇ. એસ. જે. રાણા અને ફોજદાર એચ. એમ. ગોહિલ સાથે સ્ટાફના સભ્યો કાર્યવાહીમાં જોડાયા હતા. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer