કચ્છમાં રસીકરણ ઝડપી બનાવવા તથા તે માટે યોગ્ય આયોજનની માંગ

કચ્છમાં રસીકરણ ઝડપી બનાવવા તથા તે માટે યોગ્ય આયોજનની માંગ
ભુજ, તા. 15 : કોરોના રસીકરણને કચ્છ અને દેશમાં ઝડપી બનાવવા, જ્યાં માગો ત્યાં રસીકરણની માંગ અને પ્રખ્યાત તથા પૈસાવાળા લોકોને ઘરે જઇ લાગવગથી કરાતા રસીકરણનો કલેક્ટરને આવેદનપત્ર આપી આમ આદમી પાર્ટી પશ્ચિમ કચ્છ દ્વારા વિરોધ કરાયો હતો.રસીકરણ સૌ લોકોની પ્રાથમિકતા છે. આમ છતાં યુવાનોનો મહિના દિવસના રજિસ્ટ્રેશન પછી પણ વારો આવતો નથી. લોકો પોતાના ધંધા-રોજગાર મૂકીને રસીકરણ માટે લાઇનમાં ઊભે છે. વળી કચ્છના ગામડાંના લોકોને રસી મુકાવવા માટે 30-40 કિ.મી. સુધી સફર કરીને બીજા સેન્ટર સુધી જવું પડે છે. ઘણાને એક ડોઝ મળી ગયો છે છતાં બીજા ડોઝ માટે મહિનાઓથી વારો નથી આવ્યો. આવી પરિસ્થિતિમાં ગીતાબેન રબારીને બધા જ નિયમોનું ઉલ્લંઘન કરી ઘરે રસીની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે, જેનો મતલબ ભાજપ તથા તંત્રને આમલોકોની કોઇ પરવા જ નથી. આપ હવે આમજનતાનું અપમાન સહન નહીં કરે. ઉપરોક્ત બનાવમાં આરોગ્ય કર્મચારી નિર્દોષ બેન પર પગલાં ભરવાને બદલે ગીતાબેન અને ભાજપના નેતાઓ પર પગલાં નહીં લેવાય તો કલેક્ટર કચેરી અંદર ધરણા કરવા ચીમકી આપી હતી. આવેદન આપવા સમયે પ્રમુખ રોહિત ગોર, રાજેશ પિંડોરિયા, ચિંતન ઠક્કર, ક્રિષ્ના ઠક્કર, અંકિતા ગોર, વનરાજસિંહ વાઘેલા, ગિરિરાજસિંહ જાડેજા સહિત અનેક કાર્યકરો જોડાયા હતા. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer