માંડવીમાં રોડલાઇટના પોલમાં ખુલ્લા વાયર જોખમી

માંડવીમાં રોડલાઇટના પોલમાં ખુલ્લા વાયર જોખમી
માંડવી, તા. 15 : અહીંની નગરપાલિકા દ્વારા ગામની બહારના વિસ્તારોમાં રોડલાઇટ માટેના પોલ ઊભા કરવામાં આવ્યા છે, જે પોલ પર એલ.ઇ.ડી. લાઇટના બોક્સમાં ખુલ્લા વાયર પડેલા હોવાથી આકસ્મિક ઘટના બને તેવી પૂરી સંભાવના છે. માંડવી નગરપાલિકા દ્વારા બીચ રોડ, જયનગર રોડ, શીતલા ચોકડીથી નવા નાકા સુધી, દાદાની ડેરીથી ભુજ ઓક્ટ્રોય અને ભુજ ઓક્ટ્રોયથી કાશીવિશ્વનાથ રોડ?પર આવેલા લાઇટના પોલની નીચે રાખેલા કનેક્શન માટેના બોક્ષ ખુલ્લા પડેલા છે અને વાયર પણ બોક્સની બહાર લટકેલા દેખાય છે. આ બોક્સ એટલા નીચા છે કે નાના બાળકો પણ આ બોક્સ સુધી પહોંચી શકે અને અબોલ જીવો પણ આનો ભોગ બની શકે તેવી ભીતિ સેવાય છે ત્યારે નગરપાલિકાએ આ તમામ જગ્યાએ આ પોલ ઉપરના બોક્સ ચોમાસાની સિઝનથી પહેલાં સામાન્ય વ્યક્તિની પહોંચથી?ઊંચા લગાવવા જોઇએ જેથી કોઇ દૂર્ઘટના સર્જાય નહીં તેવી શહેરીજનોની માંગ છે. 

© 2022 Saurashtra Trust