ભુજ નવનીતનગરનાં મુનિસુવ્રત સ્વામી જિનાલયમાં ધ્વજારોહણ કરાયું

ભુજ નવનીતનગરનાં મુનિસુવ્રત સ્વામી જિનાલયમાં ધ્વજારોહણ કરાયું
ભુજ, તા. 15 : નવનીતનગર-કોવઈનગરમાં ભુજ ક.વી.ઓ. જૈન સંઘ સંચાલિત ભગવાન મુનિસુવ્રત સ્વામી જિનાલયની 15મી ધ્વજારોહણનો કાર્યક્રમ સાદગીપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. અચલગચ્છાધિપતિ પ. ગુણસાગરસૂરિશ્વરજી મ.સા.ની કૃપાએ આચાર્ય ગુણોદયસાગરસૂરિશ્વરજી મ.સા., વર્તમાન ગચ્છાધિપતિ આ.ભ. કલાપ્રભસાગરસૂરિશ્વરજી મ.સા.,  કંચનસાગર મ.સા. (બાપા મારાજ) કચ્છ વાગડ સંપ્રદાયના પ. પાવનમંત્રવિજયજી મ.સા., પુનિતવંશવિજયજી મ.સા. અને સાધ્વી જીનકીર્તિશ્રીજી મ.સા.આદિ ઠાણા બેની નિશ્રામાં નવનીતનગર-કોવઈનગર જિનાલયમાં ધ્વજારોહણનો લાભ જિજ્ઞાબેન જિગરભાઈ છેડા હસ્તે હંસાબેન તારાચંદભાઈ છેડા પરિવારે લીધો હતો. જ્યારે પ્રભાવનાનો લાભ માતા લક્ષ્મીબેન જગશી છેડા હસ્તે પણ તેમના પરિવારે જ લીધો હતો. આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા સંઘના ચેરમેન તારાચંદભાઈ છેડાએ જણાવ્યું હતું કે, અનુગ્રહ પરમાત્માનો હોય ત્યારે તેની સફળતા વિશે કોઈ જ શંકા નથી. ધ્વજારોહણ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ શ્રાવકો અને શ્રાવિકાઓના હાથ સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રી છેડાએ ઉપસ્થિત ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 11ના નગરસેવક ધર્મેશભાઈ જોષીનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંઘના ટ્રસ્ટી નરેશભાઈ શાહ, સુરેન્દ્રભાઈ સાવલા, લ્હેરીભાઈ છેડા, ભાવેશભાઈ દેઢિયા, કિરણભાઈ કક્કા, ધીરેનભાઈ પાસડ, મહાજનના ઉપપ્રમુખ મુકેશભાઈ છેડા, સહમંત્રી હિરેનભાઈ પાસડ, ખજાનચી હરેશભાઈ ગોગરી, ગિરીશભાઈ છેડા, વિનોદભાઈ ગાલા, ડો. દેવચંદભાઈ ગાલા, રાજેશભાઈ સંગોઈ, લક્ષ્મીકાંતભાઈ કારાણી, સખીવૃંદના ચેતનાબેન છેડા, પ્રીતિબેન ગાલા, નિર્મળાબેન સાવલા, યુવા પાંખના પ્રમુખ અમિતભાઈ વોરા, ગિરીશભાઈ સાવલા અને સમાજના લોકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ધાર્મિક વિધિવિધાન દીપકભાઈ કોઠારી એન્ડ ગ્રુપે કરાવ્યું હતું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer