ભૂકંપના બે દાયકે કચ્છના ઉદ્યોગજગતે હરણફાળ ભરી

ભૂકંપના બે દાયકે કચ્છના ઉદ્યોગજગતે હરણફાળ ભરી
ભુજ, તા. 15 : કચ્છ યુનિવર્સિટીમાં થતા સંશોધનો અને કચ્છના ઉદ્યોગો બાબતે કચ્છ યુનિવર્સિટીમાં યોજાયેલા વિચાર વિમર્શ કાર્યક્રમમાં ઉચ્છ શિક્ષણમાં ઉદ્યોગની જરૂરિયાત મુજબ સંશેધન અને અભ્યાસક્રમ માળખું જરૂરી હોવાનો સૂર વ્યક્ત થયો હતો.ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે કુલપતિ પ્રા.ડો. જયરાજસિંહ જાડેજાના અધ્યક્ષપદે રજીસ્ટ્રાર ડો. જી.એમ. બુટાણીના માર્ગદર્શનમાં વિચાર વિમર્શ કાર્યક્રમમાં પ્રારંભે આવકાર સાથે કાર્યક્રમની ભૂમિકા આઇ.કયુ.એ.સી.ના ડિરેકટર ડો. આર.બી. બસિયાએ આપી હતી. ફેડરેશન ઓફ કચ્છ ઓફ  ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન ફોકિઆના મેનેજિંગ ડિરેકટર નિમિષ ફડકેએ મુખ્ય વકતા તરીકે બોલતાં ભૂકંપ બાદના બે દાયકાના સમયગાળામાં કચ્છના ઉદ્યોગ જગતે હરણફાળ ભરી વૈવિધ્યપૂર્ણ રીતે કરેલ વિકાસ યાત્રાની ઝલક આપી હતી. સામાજિક આર્થિક વિકાસનાં ફેડરેશનની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. કુલપતિ ઉદ્યોગ જગત અને શિક્ષણજગતને એકબીજાના સહયોગી અને પૂરક બનવાની સંભાવના અને જરૂરિયાત પર ભાર મૂકયો હતો. વકતવ્ય બાદ ખુલ્લી ચર્ચામાં કચ્છ યુનિવર્સિટીમાં વિવિધ અનુસ્નાતક ભવનોના વિભાગ અધ્યક્ષો અને સિનિયર પ્રાધ્યાપકો જોડાયા હતા. ડો. એમ.જી. ઠક્કર, ડો ગિરીન બક્ષી, ડો. કાશ્મીરા મહેતા, ડો. ચિરાગ પટેલએ વિચારો વ્યક્ત કર્યા હતા. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer