સામખિયાળીના ક્રિકેટર બાદ રાપરના આરોગ્ય કર્મીને પણ `ડેટોલ સન્માન''

સામખિયાળીના ક્રિકેટર બાદ રાપરના આરોગ્ય કર્મીને પણ `ડેટોલ સન્માન''
રાપર, તા. 15 : ભચાઉ તાલુકાના સામખિયાળીના દિવ્યાંગ ક્રિકેટરને ડેટોલ કંપની દ્વારા સન્માન આપવામાં આવ્યા બાદ ડેટોલ કંપની દ્વારા કચ્છમાં બીજું સન્માન રાપરના કોરોના વોરીયર  આરોગ્ય કર્મચારીએ મેળવ્યું છે. આ અંગે મળતી વિગતો મુજબ ડેટોલ હેન્ડવોશનું ઉત્પાદન કરતી કંપની દ્વારા `ડેટોલ સેલ્યુટ મુવમેન્ટ' આદરવામાં આવી  છે. જે અંતર્ગત રાપરના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લેબ ટેકનીસીયન તરીકે ફરજ બજાવતા ચંદ્રેશ  દરજીની પણ પસંદગી કરવામાં આવી છે. આ અંગેની જાણ કંપની દ્વારા તેમને સોમવારે ઈ-મેઈલ મારફત કરવામાં આવી હતે. અને સાથે તેમના તસ્વીર  સાથેની ડેટોલ હેન્ડવોશની વર્ચ્યુઅલ પ્રોડક્ટનો ફોટો પણ મોકલવામાં આવ્યો છે. કોરોનાની ઘાતક બનેલી બીજી વેવ દરમ્યાન રેપીડ એન્ટીજન ટેસ્ટ અને રસીકરણ ઝુંબેશમાં કરેલી નોંધપાત્ર કામગીરી બદલ આરોગ્ય કર્મચારીને ડેટોલ સન્માન એનાયત કરવામાં આવ્યું છે. તેમણે કોરોના કાળમાં જાન્યુઆરી 2021 થી અત્યાર સુધીમાં 3000થી  વધુ રેપીડ એન્ટીજન ટેસ્ટ કર્યા છે. તેમજ વધુમાં વધુ  ટેસ્ટ થાય તે માટે સતત પ્રયાસ કર્યા છે. સામખિયાળીના દિવ્યાંગ યુવા ક્રિકેટર  વિભા રબારીને સન્માન મળ્યા બાદ રાપરના કચ્છને બીજું સન્માન મળ્યું છે. સંભવત જુન મહીનાના અંત સુધીમાં આ સન્માન મેળવનારા વ્યક્તિઓના ફોટા અને તેમના મેસેજ સાથેની પ્રોડકટ જુન મહીનાના અંત સુધીમાં બજારમાં આવશે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer