માધાપરના બે દિવ્યાંગ છાત્રને પારિતોષિક એનાયત કરાયાં

માધાપરના બે દિવ્યાંગ છાત્રને પારિતોષિક એનાયત કરાયાં
માધાપર, તા. 15 : નવચેતન અંધજન મંડળ-માધાપરમાં શિક્ષણ પ્રાપ્ત કરી સ્વરોજગારી મેળવતા બે વિદ્યાર્થીઓ ઢીલા દેવરામ બેચરાભાઇ (અસ્થિ વિષયક દિવ્યાંગ) તથા હીરાણી પ્રિયા રવજીભાઇ (માનસિક દિવ્યાંગ) વિદ્યાર્થિનીને નંદિનીબેન પી. દિવેટિયા રૂરલ રિહેબિલિટેશન ઇન્સ્ટિટયુશનલ પારિતોષિક 2020 એનાયત કરવામાં આવ્યા છે. સંસ્થાના વિકલાંગ વિદ્યાવિહાર સંકુલ ખાતે આયોજીત આ કાર્યક્રમમાં બંને વ્યકિતઓને રૂા. 15000નો ચેક તથા પ્રમાણપત્ર સંસ્થાના ટ્રસ્ટી હરજીભાઇ લાછાણી, ખીમજીભાઇ વેકરિયા, દામજીભાઇ ઓઝા તથા ઝીણાભાઇ દબાસિયાએ એનાયત  કર્યા. ઢીલા દેવરામને આ પારિતોષિક તેમણે શરૂ કરેલી દુકાન માટે જ્યારે હિરાણી પ્રિયાને સિવણ, ગૂંથણ તથા હેન્ડીક્રાફટ માટે પ્રોત્સાહન સ્વરૂપે આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે હિરાણી પ્રિયાની માતાએ માનસિક દિવ્યાંગ હોવા છતાં કુટુંબ તથા સમાજને ઉપયોગી થઇ ઉદાહરણરૂપે કાર્ય કરે છે તેમણે સંસ્થામાં મળેલી તાલીમને બિરદાવી હતી. આ પ્રસંગે સંસ્થાના જનરલ સેક્રેટરી  લાલજીભાઇ એમ. પ્રજાપતિ, સેક્રેટરી હિમાંશુ સોમપુરા, ચીફ કો-ઓર્ડિનેટર, કો-ઓર્ડિનેટરઓ,  ટ્રસ્ટીઓએ, આચાર્ય તથા સંસ્થાના કર્મચારીગણ?ઉપસ્થિત રહ્યા હતા. પ્રાથમિક શાળાના આચાર્ય રસીદભાઇ સંધવાણીએ શાબ્દિક પ્રવચન કર્યું હતું તેમજ એવોર્ડ અંગે વિસ્તૃત માહિતી સંસ્થાના ચીફ કો-ઓર્ડિનેટર દીપક પ્રસાદે આપી અને દક્ષાબેન ભુડિયાએ કાર્યક્રમની આભારવિધિ કરી તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાવિકાબેન ત્રિપાઠીએ કર્યું હતું. 

© 2022 Saurashtra Trust