ગાંધીધામના બારમા વોર્ડમાં વિવિધ વિકાસકામો આદરાયાં

ગાંધીધામના બારમા વોર્ડમાં વિવિધ વિકાસકામો આદરાયાં
ગાંધીધામ, તા. 15 : શહેરના વોર્ડ 12 માં 50 લાખના ખર્ચે વિવિધ માર્ગો ઉપર પેવર બ્લોક કામ સહિતના વિકાસના કાર્યોનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો.સંકુલમાં  સેકટર 7 અને વોર્ડ 12 માં વિવિધ માર્ગે ઉપર પ0 લાખના ખર્ચે પેવરબ્લોક પાથરવાનું કામ તથા રામબાગ વોટર વર્કસમાં 28 લાખના ખર્ચે તળાવની પશ્ચિમ બાજુએ કાળા પથ્થરનું પીંચિંગ કામ, કમ્પાઉન્ડ વોર્ડની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું હતું.  કાર્યક્રમમાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, સુધરાઈ પ્રમુખ ઈશિતા ટીલવાણી, કારોબારી ચેરમેન પુનિત દુધરેજીયા, શાસક પક્ષના નેતા વિજયસિંહ જાડેજા, દંડક પ્રવિણભાઈ ધેડા,ખાદી ગ્રામઉદ્યોગ બોર્ડ ડાયરેકટર મોમાયભા ગઢવી, વોર્ડ નં. 12 નગરસેવક હિનાબેન સથવારા, મનીષાબેન પટેલ, મનીષાબેન ધુઆ, સુરેશભાઈ, ધેલાભાઈ ભરવાડ,સામજીભાઈ સહિતના હાજર રહયા હતા.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer