લગ્નની લાલચ આપી છેતરપિંડી કરતી ગેંગનો માંડવી પોલીસે કર્યો પર્દાફાશ

ભુજ, તા. 15 : માંડવી તાલુકાના કાઠડાના યુવાન સાથે લગ્ન કરાવી જમણવાર પેટે રૂા. 1,80,000 પડાવ્યા બાદ યુવતી માવિત્રે ગયા બાદ પરત ન આવતાં આ અંગે નોંધાયેલી ફરિયાદ બાદ આરોપીઓને બનાસકાંઠા, સાબરકાંઠા તથા મહેસાણાથી માંડવી પોલીસે પકડી ગેંગનો પર્દાફાશ કર્યો છે. કાઠડાના તરુણ ગઢવીને લગ્ન કરવાની લાલચ આપી આરોપીએ તેની બહેન ધર્મિષ્ટાનું ખોટું નામ આપી, ખોટા જન્મના દાખલા આપી પરણીને જમણવાર પેટે રૂા. 1,80,000 લઇ?લીધા બાદ યુવતી માવિત્રે ગયા પછી પરત ન આવતાં તેની સાથે ઠગાઇ થઇ?હોવાની માંડવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં માંડવી પોલીસે આરીફ?ઉર્ફે આરૂડો અમીનભાઇ મેમણ (રહે. દાતા જિ. બનાસકાંઠા) તથા મૂળ યુવતી એવી ધર્મિષ્ઠા લાલાભાઇ?બુંબડિયા (રહે. પીપળીવાળી વાવ, તા. દાતા, જિ. બનાસકાંઠા), પ્રભુભાઇ રમેશભાઇ દેવરા, રાહુલ રમેશભાઇ દેવરા (બંને રહે. છોટા પીપોદરા-બનાસકાંઠા), કાળુભાઇ ધુડાભાઇ મકવાણા (રહે. કોટીવાસ-બનાસકાંઠા), રમેશ આદિવાસી (રહે. ખેડવા બોર્ડર, તા. ખેડબ્રહ્મા, જિ. સાબરકાંઠા), દીપસંગજી ઉર્ફે દીપક વીરસંગજી ઠાકોર, તેના પત્ની રમીલાબેન દીપસંગજી ઉર્ફે દીપક ઠાકોર (રહે. બંને ઉપતા તા. વીસનગર, જિ. મહેસાણા)ને પકડી કાયદેસરની કાર્યવાહી કરી છે. આ કામગીરીમાં પી.આઇ. આર. સી. ગોહિલ, પી.એસ.આઇ. એમ. એચ. પટેલ તથા માંડવી પોલીસ કર્મચારીઓની અલગ-અલગ ટીમો જોડાઇ સફળતા મેળવી હોવાનું માંડવી પોલીસની યાદીમાં જણાવાયું છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer