15મી ઓકટોબર સુધી ઘુડખર અભયારણ્યમાં પ્રવેશ પર પ્રતિબંધ

પાટણ,  તા. 15 : રાજ્ય સરકારના દ્વારા ગુજરાતના વન્યપ્રાણી અને પક્ષીઓના સંરક્ષણ બાબતના અધિનિયમ અન્વયે કચ્છનું નાનું રણ આઇલેન્ડ/બેટ સહિત તથા કચ્છનાં નાનાં રણ અને તેને લગતા આવેલા સરકારી પડતર ખરાબાઓના વિસ્તારને અભયારણ્ય, શિકાર પ્રતિબંધિત આશ્રયસ્થાનને જંગલી ગધેડાના અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યો છે.આ અભયારણ્યમાં ઘુડખર, દીપડા, ચિંકારા, કાળિયાર, નીલગાય, ઝરખ, નાર, શિયાળ, લોકડી તેમજ સાંઢા જેવા વન્યપ્રાણીઓ વસે છે જેથી તા. 16 જૂનથી 15 ઓકટોબર, 2021 સુધી ઘુડખર અભયારણ્યમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાતના સમયે બિન અધિકૃત વ્યકિતઓએ વાહન લઇને કે પગપાળા અભયારણ્યમાં પ્રવેશ ન કરવો તેમજ દિવસ દરમિયાન કોઇએ પણ 20 કિ.મી.ની ઝડપે વાહનો ચલાવવા નહિ. તેમ છતાં કોઇ વ્યક્તિ વધુ ઝડપે વાહન ચલાવતા માલૂમ પડશે તો તેની સામે વન્યપ્રાણી સંરક્ષણ ધારા હેઠળ કાયદેસરની  કાર્યવાહી કરાશે જેની દરેક વ્યક્તિએ નોંધ લેવા નાયબ વન સંરક્ષક ઘુડખર અભયારણ્ય, ધ્રાંગધ્રા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer