ચીનમાં પરમાણુ ગળતરથી હજારો જીવ જોખમમાં

નવી દિલ્હી, તા. 15 : આખી દુનિયાને કોરોના મહામારીમાં હોમી દેનાર ચીન હવે પોતાના કર્મોની સજા ભોગવવા તરફ આગળ વધી રહ્યુ છે. ચીનમાં એક પરમાણુ પ્લાન્ટમાં ગમે ત્યારે વિસ્ફોટ થવાની સંભાવનાને પગલે હજારો લોકોના મૃત્યુનો ભય ઉભો થયો છે. જો આવું થયુ તો ઈતિહાસમાં બીજુ ચેર્નોબિલ (1986ની રશિયાની ગોઝારી ઘટના) કાંડ સર્જાશે. આ પ્લાન્ટમાં 30 ટકા ભાગીદારી ધરાવતી ફ્રાન્સની કંપની ઇડીએફે અમેરિકાની મદદ માંગી છે. જો કે ચીને ગળતરની વાત નકારી કાઢી છે. ચીનના ગુઆંગદોંગ પ્રાંતમાં આવેલા તાઈશન શહેર ઉપર મહાતબાહી મંડરાઈ છે. અહીંનો એક પરમાણુ પ્લાન્ટ લીક થયો છે અને તેમાંથી ભયંકર રેડિએશન નિકળવા લાગ્યું છે. પ્લાન્ટમાં ગમે ત્યારે વિસ્ફોટ થઈ શકે છે. કોરોનાની જેમ પરમાણુ રેડિએશનને પણ ચીન છૂપાવવા ઈચ્છતુ હતું પરંતુ અમેરિકા સજાગ હોવાથી આ બાબત વિશ્વ સામે આવી ગઈ અને ચીને રેડિએશનની વાત સ્વીકારી અને સ્થિતી હાલ કાબૂમાં હોવાનો દાવો કર્યો છે. પ્લાન્ટમાં રેડિએશન લિકેજને કારણે ખતરો કેટલો છે ? તેનું આકલન કરવામાં આવી રહ્યંy છે.ચીન લિકેજને ગંભીર માનતું નથી પરંતુ સ્થિતિ એટલે ગંભીર માની શકાય કારણ કે ફ્રાંસે આ મામલે અમેરિકાની મદદ માગી છે. જો રેડિએશન વધ્યુ તો સ્થિતી ગંભીર બની શકે છે. જે શહેરમાં આ પરમાણુ પ્લાન્ટ આવેલો છે તે તાઈશન શહેરની વસતી 10 લાખ જેટલી છે. વર્ષ ર018-19માં આ પ્લાન્ટ દ્વારા વીજ ઉત્પાદન શરૂ કરાયુ હતું. આ અણુ પ્લાન્ટમાં વિસ્ફોટ થયો તો આખું શહેર તબાહ થઈ શકે છે. સંભવિત ખતરા અંગે સ્થાનિકો ભયભીત છે. ચીન આ પ્લાન્ટને બચાવવા આકાશ પાતાળ એક કરી રહ્યુ છે. વર્ષ ર009માં આ પ્લાન્ટ ઉભો કરવામાં ફ્રાંસે મદદ કરી હતી આમ ફ્રાંસ પણ સવાલોના ઘેરામાં આવ્યુ છે. ફ્રાંસની કંપની ઈડીએફની તેમાં 30 ટકા ભાગીદારી છે. ચીનના સંભવિત ખતરા અંગે અમેરિકા હરકતમાં આવ્યુ છે. વ્હાઈટ હાઉસમાં ઈમરજન્સી બેઠકો યોજાઈ રહી છે. ચીને ફ્રાંસ ઉપરાંત અમેરિકાની મદદ માગી છે.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer