લદ્દાખ મોરચે ભારતે સુરક્ષા વધારી

નવી દિલ્હી તા. 15 : પૂર્વ લદ્દાખમાં ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતે લદ્દાખમાં વધારાના પ0 હજાર જવાનો તૈનાત કરવા સાથે સાવચેતી દાખવી સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશમાં પણ સુરક્ષા ઘેરો વધુ મજબૂત બનાવ્યો છે.ગત વર્ષ ગલવાન ઘાટીમાં ચીની સૈનિકોના ખૂની ખેલ બાદ ભારતે લદ્દાખ ઉપરાંત અન્ય મોરચે સૈન્ય ક્ષમતા વધારી છે. લદ્દાખ નજીક પોતાની સરહદમાં ચીનના સતત યુદ્ધ અભ્યાસને ધ્યાને લઈ ભારતે જે દળો પાછા બોલાવી લીધા હતા તેમને ફરી તૈનાત કર્યા છે. છેલ્લા એક વર્ષમાં ચીન અને ભારત બંન્ને પક્ષે પોતાની સૈન્ય ક્ષમતા વધારી છે. લદ્દાખમાં બંન્ને દેશ વચ્ચે શાંતિ સમજૂતી થવા છતાં ચીનની આડોડાઈને કારણે સ્થિતિ તંગ છે. લદ્દાખમાં કાતિલ ઠંડીનો દૌર શરૂ થાય એટલે સામાન્ય રીતે સૈનિકોને ચીને બોલાવી લેવામાં આવતાં હોય છે પરંતુ ચીન હવે બારેમાસ અહીં સૈન્ય તૈનાતીની યોજનાની તૈયારી કરી રહ્યંyછે. ભારતની 1 સ્ટ્રાઈક કોર જે પરંપરાગત રીતે પાકિસ્તાન પર કેન્દ્રિત હતી તે હવે ચીન સરહદે કેન્દ્રિત છે. 17 માઉન્ટેન સ્ટ્રાઈક કોરને ઉત્તર પૂર્વ માટે મજબૂત બનાવવામાં આવી રહી છે. આસામ રાઈફલ્સ બટાલિયનોને ચીન સરહદે નવી ભૂમિકા માટે તૈયાર કરવામાં આવી રહી છે. ચીન સરહદે ખતરો હજુ ટળ્યો નથી પરંતુ ભારત હવે તૈયારીઓ રૂપે પહેલાથી મજબૂત સ્થિતિમાં છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer