ચિરાગ ઝંખવાયો; પારસ નવા બોસ

પટણા, તા. 15 : લોકજનશકિત પક્ષની લડાઇ હવે પરિવારમાંથી બહાર નીકળીને પક્ષમાં પહોંચી ગઇ છે. સોમવારે સમગ્ર દિવસ થયેલા હાઇવોલ્ટેજ નાટક બાદ એલજેપી સંસદીય પક્ષના નવા નેતા બનેલા પશુપતિ કુમાર પારસે મંગળવારે રાષ્ટ્રીય કારોબારીની બેઠક બોલાવી, જેમાં ચિરાગ પાસવાનને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષપદેથી હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. એ પછી તરત ચિરાગ પાસવાને રાષ્ટ્રીય કારોબારીની બેઠક બોલાવીને પાંચેય બગાવતી સાંસદોને એલજેપીમાંથી હટાવવાની કાર્યવાહી કરી દીધી.પારસ જૂથે પૂર્વ સાંસદ સૂરજભાનસિંહને એલજેપીના કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા છે. પારસ જૂથની બેઠકમાં આ નિર્ણય થયો છે. હવે 5 દિવસની અંદર રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી યોજાશે.હાલમાં સૂરજભાનસિંહની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. એક-બે દિવસમાં રાષ્ટ્રીય કારોબારીની બેઠક યોજવામાં આવી શકે છે.વર્ચ્યુઅલ કારોબારીની બેઠકમાં ચિરાગ પાસવાન રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ઉપસ્થિત હતા. સાથે અનેક રાજ્યોના અધ્યક્ષ પણ બેઠકમાં હાજર હતા. એલજેપી ચિરાગ જૂથે એવું નક્કી કર્યું છે કે, જે પાંચ સાંસદોએ બગાવત કરી છે, તેમને હટાવવામાં આવે. બાકી બધા જ લોકો સંગઠનમાં કામ કરતા રહેશે અને સંગઠનને મજબૂત કરશે. આ દરમ્યાન ચિરાગ પાસવાને કહ્યું કે, તેમનો બિહાર ફર્સ્ટ કાર્યક્રમ ચાલતો રહેશે. બિહાર સરકારની સામે તેઓ પોતાનું આંદોલન ચલાવતા રહેશે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer