ચોમાસાની રફતાર ધીમી કરતો પવન : અનેક રાજ્યોમાં વિલંબ

નવી દિલ્હી, તા. 15 : દેશના અનેક ભાગમાં ચોમાસું સક્રિય બન્યુ છે. ઉત્તર અને ઉત્તર પશ્ચિમી રાજ્યોમાં ચોમાસાના આગમનની રાહ જોવાઈ રહી છે. નેઋત્ય ચોમાસું આગળ વધી રહ્યુ છે પરંતુ મધ્ય અક્ષાંશીય પવન ફૂંકાઈ રહ્યો હોવાથી રફતાર ધીમી પડી છે. દક્ષિણ, પશ્ચિમ, પુર્વ અને પુર્વોત્તરમાં પ્રવેશી ચૂક્યુ છે. જ્યાં વરસાદ નથી થયો ત્યાં મોટાભાગના વિસ્તારો સૂકાભઠ્ઠ છે કારણ કે અહીં પ્રિ મોન્સૂન વરસાદ પણ થયો નથી. ભારતીય હવામાન વિભાગ અનુસાર હરિયાણા, ઉત્તરપ્રદેશ અને રાજધાની દિલ્હીના વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. દિલ્હીમાં મહત્તમ તાપમાન 36-39 ડિગ્રી સે. છે અને કાળઝાળ ગરમીથી પરેશાન લોકો આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે.  

© 2022 Saurashtra Trust