ગલવાન ખીણ મુદ્દે દેશને ભરોસો અપાવો

નવી દિલ્હી, તા. 15 : કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ ગલવાન ખીણમાં શહીદ 20 જવાનોની પહેલી વરસી પર મંગળવારે કહ્યું કે, એક વર્ષનો સમય પસાર થયા બાદ પણ આ ઘટનાથી જોડાયેલી સ્થિતિને લઇને સ્પષ્ટતા નથી. સરકાર દેશને વિશ્વાસમાં લે અને એ સુનિશ્ચિત કરે કે તેમના પગલાં દેશના જવાનોની પ્રતિબદ્ધતાની અનુકૂળ રહ્યાં છે.સોનિયાએ જવાનોના બલિદાનને યાદ કર્યું અને એવો દાવો કર્યો કે, સૈનિકોના પાછળ હટવાની જે સમજૂતી ચીનની સાથે થઇ છે તેનાથી ભારતનું નુકસાન દેખાય છે. કોંગ્રેસ અધ્યક્ષે એક નિવેદનમાં કહ્યું કે, 14-15 જૂન, 2020ની રાતે ચીનના પીએલએ સાથે થયેલા ઘર્ષણને એક વર્ષ પૂરું થઇ ગયું છે, જેમાં બિહાર રેજિમેન્ટના આપણા 20 જવાનોના જીવ ચાલ્યા ગયા હતા. કોંગ્રેસ આપણા જવાનોના સર્વોચ્ચ બલિદાનને યાદ કરવામાં રાષ્ટ્રની સાથે સામેલ છે. તેમના જણાવ્યા મુજબ બહુ ધીરજ સાથે રાહ જોવામાં આવી કે સરકારની સામે આવશે અને દેશને એ સ્થિતિ વિશે જણાવશે, જેમાં આ ઘટના ઘટી તથા તે લોકોને વિશ્વાસ અપાવશે કે આપણા જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય. સોનિયાએ કહ્યું કે, હવે કોંગ્રેસ પક્ષ પોતાની ચિંતાને ફરીથી પ્રગટ કરે છે કે અત્યાર સુધી કોઇ સ્પષ્ટતા નથી અને આ મુદ્દે વડાપ્રધાનનું અંતિમ વક્તવ્ય ગત વર્ષે આવ્યું હતું કે કોઇ ઘૂસણખોરી નથી થઇ. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer