ભુજના ખાનગી પાર્ટી પ્લોટના ચોકીદારની હત્યામાં મુખ્ય આરોપી જામીનમુક્ત

ભુજ, તા. 15 : શહેરમાં રઘુવંશી ચોકડી સ્થિત શિવમપાર્ક પાર્ટી પ્લોટનાચોકીદાર શિવસહાય માતાપ્રસાદ દ્વિવેદીની હત્યાના મામલામાં મુખ્ય આરોપી અનિરુદ્ધ ઉર્ફે અનિયો, ધનજીભાઇ બિજલાણી (સોની)ને રાજ્યની વડી અદાલતે જામીન આપ્યા હતા.જિલ્લા અદાલતે જામીન નામંજૂર કર્યા બાદ આ માટે હાઇકોર્ટમાં ધા નખાઇ હતી, જ્યાં આરોપીને શરતી જામીન અપાયા હતા. આરોપીના વકીલ તરીકે આફતાબ હુશેન એ. અંસારી તથા ભુજના એ. આઇ. કુરેશી અને આસીફઅલી એ. અંસારી રહ્યા હતા. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer