ભદ્રેશ્વર પાસે બાઇક સ્લિપ થતાં ઘવાયેલા યુવાનનું મોત

ભુજ, તા. 15 : મુંદરા તાલુકામાં ભદ્રેશ્વર ગામ નજીક ગાંધીધામને જોડતા ધોરીમાર્ગ પર પેટ્રોલપંપ નજીક ચાર દિવસ પહેલાં બાઇક સ્લિપ થતાં ગંભીર રીતે ઘવાયેલા મૂળ ઉત્તરપ્રદેશના અને હાલે મુંદરા રહેતા અંકિત દિનેશ તિવારી નામના યુવકનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. આ ઘટનામાં મરનારના પુત્ર તન્મયને પણ ઇજાઓ થઇ હતી. બનાવ બાબતે મૃતક અંકિતના ભાઇ સચિન તિવારીએ લખાવેલી ફરિયાદ મુજબ ગત તા. 11મીના અંકિત તેના પુત્ર તન્મય સાથે પોતાના શેઠની બાઇક લઇને ગાંધીધામ જવા નીકળ્યો હતો ત્યારે તેને આ અકસ્માત નડયો હતો. માથામાં ગંભીર ઇજાઓ થવાથી વધુ સારવાર માટે અમદાવાદ લઇ?જવાયા પછી અંકિતે ત્યાં દમ તોડયો હતો. મુંદરા મરિન પોલીસે બનાવ બાબતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer