ભુજ વડી પોસ્ટ કચેરીએ પાકી ગયેલી રકમ સમયસર નહીં મળ્યાનો આક્ષેપ

ભુજ, તા. 15 : શહેરની હેડ પોસ્ટ ઓફિસમાં રીકરિંગની પાકી ગયેલી રકમ ચાર દિવસ સુધી ન અપાઇ હોવાની ફરિયાદ એક ખાતેદારે કરી છે. તેજસ ઠક્કરે આક્ષેપ કર્યો હતો કે, રૂા. 72697ની રકમ પાકી ગઇ હોવા છતાં ચાર દિવસ સુધી મને રકમ અપાઇ નહીં અને રકમ માગતાં વડી ટપાલ કચેરીમાં સ્ટાફ દ્વારા મારી સાથે ગેરવર્તન પણ કરવામાં આવ્યું હતું. દરમ્યાન, આ સંદર્ભમાં વડી કચેરીના પોસ્ટ માસ્તરે કહ્યું હતું કે, શુક્ર અને શનિવારે જેમાં ચેકની રકમ જમા કરી ચેક બનાવી શકાય એ એસએપી કનેક્ટીવીટી ન હોવાથી ચેક તૈયાર થઇ શક્યા નહોતા જે પછી તૈયાર થઇ ગયા હતા. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer