ફાઇનલની ભારતીય ટીમમાં પાંચ ઝડપી બોલર

સાઉથમ્પટન, તા.15 : ન્યુઝીલેન્ડ વિરૂધ્ધના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલ માટેની 1પ ખેલાડીની ભારતીય ટીમ આજે જાહેર થઇ છે. જેમાં બોલિંગ કોમ્બિનેશમાં સસ્પેન્સ જોવા મળે છે. જો કે શાર્દુલ ઠાકુર 1પ ખેલાડીની સૂચિમાંથી બહાર થઇ જતાં આખરી ઇલેવનમાં ચાર પેસરના સમાવેશની સંભાવના ઓછી થઇ છે. ટીમમાં પાંચ ઝડપી બોલર રાખવામાં આવ્યા છે. પાછલી ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં જોરદાર દેખાવ કરનાર સ્પિનર અક્ષર પટેલ પણ ફાઇનલની ટીમની બહાર છે.ટીમમાં હનુમા વિહારી પણ છે. જો કે ઓપનિંગમાં રોહિત શર્મા સાથે શુભમન ગિલ હશે તે લગભગ નિશ્ચિત જણાઇ રહ્યંy છે. ભારતની 1પ ખેલાડીની સૂચિમાં બે સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજા છે. જ્યારે બે વિકેટકીપર તરીકે ઋષભ પંત અને રિધ્ધિમાન સાહા છે. સાહાની ભૂમિકા પંતના કવર પૂરતી હશે. જો ચાર ઝડપી બોલરને તક અપાશે તો અશ્વિન-જાડેજામાંથી એક બહાર થશે અને જો ત્રણ ઝડપી બોલરને તક મળશે તો ઇશાંત અને સિરાઝમાંથી એક બહાર થશે.ભારતની 1પ ખેલાડીની ટીમ: રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અંજિકયા રહાણે (વાઇસ કેપ્ટન), હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટકીપર), રિધ્ધિમાન સાહા (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ અને મોહમ્મદ સિરાઝ. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer