ભારત વિરુદ્ધ ફાઇનલની કિવિઝ ટીમમાં સ્પિનર એઝાઝ પટેલનો સમાવેશ

સાઉથમ્પટન, તા.15 : ન્યુઝિલેન્ડે ભારત વિરુદ્ધના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલ માટેની 1પ ખેલાડીની ટીમની આજે જાહેરાત કરી છે. જેમાં એઝાઝ પટેલનો વિશેષજ્ઞ સ્પિનર તરીકે સમાવેશ કરાયો છે. આ મુકાબલો 18 જૂનથી અહીં શરૂ થશે. ઇંગ્લેન્ડ વિરુદ્ધની બે ટેસ્ટની શ્રેણીના હિસ્સા રહેલ ડગ બ્રેસવેલ, જેકબ ડફ, ડેરિલ મિશેલ, રિચન રવિન્દ્ર અને મિશેલ સેંટનરને ભારત વિરુદ્ધના ફાઇનલની કિવિઝ ટીમમાં જગ્યા મળી નથી.ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં પદાર્પણ સાથે શાનદાર દેખાવ કરનાર ઓપનર ડવેન કોન્વે ફાઇનલની ટીમ સમાવિષ્ટ થયો છે. તેણે કેરિયરની શરૂઆત લોર્ડસમાં કરીને બેવડી સદી ફટકારી હતી જ્યારે એજબેસ્ટનમાં પહેલા દાવમાં 80 રન કર્યા હતા જ્યારે એઝાઝ પટેલે આ મેચમાં 4 વિકેટ લીધી હતી.ફાઇનલની ન્યુઝિલેન્ડની ટીમ: કેન વિલિયમ્સન (કેપ્ટન), ટોમ બ્લંડેલ, ટ્રેંટ બોલ્ટ, ડવેન કોન્વે, કોલિન ડિ' ગ્રેંડહોમ, મેટ હેનરી, કાઇલ જેમિસન, ટોમ લાથમ, હેનરી નિકોલ્સ, એઝાઝ પટેલ, ટિમ સાઉધી, રોસ ટેલર, નીલ વેગનાર, બીજે વેટલિંગ (વિકેટકીપર) અને વિલ યંગ. 

Crime

© 2022 Saurashtra Trust