પેટ્રિકના ચમત્કારિક ગોલથી ચેક ગણરાજ્યનો સ્કોટલેન્ડ સામે જીત

ગ્લાસ્ગો / કોપેનહેગન, તા.15 : સ્ટ્રાઇકર પેટ્રિક શિકના ચમત્કારિક ગોલની મદદથી ચેક ગણરાજ્યની ટીમનો ગઇકાલની  યૂરો કપની મેચમાં સ્કોટલેન્ડ સામે 2-0 ગોલથી શાનદાર વિજય થયો હતો. પેટ્રિકે હાફવે લાઇન પરથી કિક મારીને ગોલ કરીને પોતાની ટીમને જીત અપાવવામાં મદદ કરી હતી. ચેક ટીમ તરફથી બન્ને ગોલ પેટ્રિક શિકે કર્યાં હતા. તેણે મેચની 42મી અને પ2મી મિનિટે ગોલ કર્યાં હતા. તેણે બીજો ગોલ 49.7 યાર્ડસ દૂરથી કર્યો હતો. જે આ ટૂર્નામેન્ટનો સૌથી લાંબી દૂરીથી કરાયેલો ગોલ છે. આ પહેલા આ રેકોર્ડ જર્મનીના મિડફિલ્ડર ટોર્સ્ટન ફ્રિંગ્સના નામે હતો. તેણે 2004ના યૂરો કપમાં 38.6 યાર્ડસથી ગોલ કર્યો હતો.જ્યારે કેપનહેગન ખાતે રમાયેલી યૂરો કપની બીજી મેચમાં ફિનલેન્ડે મજબૂત ડેનમાર્કની ટીમને 1-0થી હાર આપીને અપસેટ કર્યો હતો. મેચનો એકમાત્ર ગોલ ફિનલેન્ડના ખેલાડી જોએલ પોજાનપોલોએ પ9મી મિનિટે હેડરથી કર્યો હતો. ફિનલેન્ડની યૂરો કપમાં આ પહેલી જીત છે. ગઇકાલની અન્ય એક મેચમાં સ્લોવેકિયાનો પોલેન્ડ સામે 2-1 ગોલથી રોમાંચક વિજય થયો હતો. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer