ભારતીય ટીમની જીતની સંભાવના વધુ : પેન

મેલબોર્ન, તા. 15 : ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ કપ્તાન ટિમ પેનનું કહેવું છે કે ડબ્લ્યૂટીસીની ફાઇનલમાં ભારતનું પલડું ભારે લાગી રહ્યંy છે. ન્યુઝીલેન્ડની ટીમે તાજેતરમાં ભલે ઇંગ્લેન્ડની ટીમને ટેસ્ટ શ્રેણીમાં હાર આપી હોય, પણ ઇંગ્લેન્ડની ટીમ નબળી હતી. જેમાં અનેક સ્ટાર ખેલાડી હાજર ન હતા. પેને એવું પણ સ્વીકાર્યું કે ઓસ્ટ્રેલિયાની ટીમને આગળ વધવા માટે બેટિંગમાં ભારતીય ટીમ જેવી ઉંડાઇ બનાવવી પડશે. ભારત પાસે બીજી હરોળના પણ શ્રેષ્ઠ બેટધરો છે. આ વાત ધ્યાને રાખીને અમે આગામી શ્રેણી માટે 20 ખેલાડી જાહેર કર્યાં છે. મીડિયા રિપોર્ટ અનુસાર આગામી વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસથી સ્ટાર ખેલાડીઓ સ્મિથ, વોર્નર, કમિન્સ વગેરે દૂર રહી શકે છે. આથી ઓસિ. ટીમમાં અનેક યુવા ખેલાડીઓને તકની સંભાવના વધી છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer