મેસ્સી ઝળક્યો,પણ આર્જેન્ટિનાને ડ્રોથી સંતોષ માનવો પડયો

રિયો, તા.15 : કોપ અમેરિકાના ગઇકાલના મેચમાં ખિતાબની પ્રબળ દાવેદાર ટીમ આર્જેન્ટિનાને તેના પહેલા મેચમાં ડ્રોથી સંતોષ માનવો પડયો હતો. આર્જેન્ટિના અને ચિલી વચ્ચેનો મેચ 1-1થી ડ્રો રહ્યો હતો. આર્જેન્ટિના તરફથી સુપરસ્ટાર લિયોનલ મેસ્સીએ પહેલા હાફમાં ગોલ કરીને ટીમને 1-0થી આગળ કરી હતી. જો કે બીજા હાફમાં ચિલી તરફથી એડુઆર્ડો વર્ગાસે ગોલ કરીને મેચ 1-1ની બરાબરી પર લાવી દીધો હતો. અન્ય મેચમાં પરાગ્વેનો બોલિવીયા સામે 3-1થી અને કોલંબિયાનો ઇકવાડોર વિરૂધ્ધ 1-0થી વિજય નોંધાયો હતો. આ દરમિયાન કોપ અમેરિકા ફૂટબોલ ટૂર્નામેન્ટમાં 31 ખેલાડીઓ અને અધિકારીઓ સહિત 10 હોટેલ કર્મચારી કોરોના સંક્રમિત જાહેર થયા છે. કોપા અમેરિકા બ્રાઝિલમાં રમાઇ રહ્યો છે. જ્યાં પહેલેથી જ કોરોના મહામારી બેકાબૂ છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer