માંડવી લોહાણા મહાજનની ટિફિન સેવા અવિરત

માંડવી, તા. 15 : લોહાણા મહાજન દ્વારા કોરોનાની પરિસ્થિતિએ વિકાળ સ્વરૂપ ધારણ કરેલું ત્યારથી મફત ટિફિન સેવા શરૂ કરી હતી. શહેરમાં સમાજના કોરોનાગ્રસ્ત હોય અથવા હોમ ક્વોરેન્ટાઈન હોય એ પરિવારોને સમયસર ટિફિન પહોંચાડવાનું કાર્ય મહાજન દ્વારા શરૂ કરાયું હતું. પ્રમુખ ગોકુલભાઈ તન્ના, ઉ.પ્ર. રમણીકભાઈ રાયચંદા, મંત્રી પ્રવીણભાઈ પોપટ, મે. ટ્રસ્ટી કિશોરભાઈ ભીંડે, અનિલભાઈ તન્ના, નિહિતભાઈ ભીંડે, સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે. આ સેવામાં દાતાઓનો સહયોગ પણ પ્રાપ્ત થઈ રહ્યો છે. 

Crime

© 2022 Saurashtra Trust