ગાંધીધામ : 2.57 લાખની ઠગાઇનો આરોપી જબ્બે

ગાંધીધામ, તા. 15 : શહેરના સુભાષનગરમાં આવેલી એક કચેરીમાંથી રૂા. 2,57,207ની મત્તા લઇ જઇ વિશ્વાસઘાત કરવાના પ્રકરણમાં પોલીસે આરોપીને પકડી પાડયો હતો.શહેરના સુભાષનગરમાં ગરબી ચોક પાસે આવેલી કુરિયરની કંપનીમાંથી ચોરી થઇ હોવાનું શરૂઆતમાં બહાર આવ્યું હતું. બાદમાં આ કુરિયરમાં કામ કરતા વિશાલ રમેશ સોલંકી નામના શખ્સ વિરુદ્ધ રૂા. 2,57,207ની વિશ્વાસઘાતની પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. શિણાયના અંબાજીનગરમાં રહેતા મૂળ વેરાવળના આ શખ્સને પોલીસે અમદાવાદમાંથી ઝડપી પાડયો હતો. તેની પાસેથી રોકડા રૂપિયા 1,91,000 તથા બૂટની એક જોડ એમ કુલ્લ રૂા. 1,92,000નો મુદ્દામાલ રિકવર કર્યો હતો. અન્ય મુદ્દામાલ ક્યાં છે તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer