ઉખેડાથી બિટ્ટા જતી પાણીની લાઇનમાં અવારનવાર તોડફોડ

બિટ્ટા (તા. અબડાસા), તા. 15 : બાલાપર બુડધ્રો પાણી યોજના માટે નવી નખાયેલી પાણી પુરવઠા બોર્ડની લાઇનમાં ઉખેડાથી બિટ્ટા વચ્ચે અવારનવાર તોડફોડ કરાતી હોવાની ફરિયાદ ઉચ્ચ સ્થાને કરાઇ છે. બિટ્ટાના લહેરી લધારામ ગરવાએ જિલ્લા પોલીસ અધીક્ષકને આ બાબતે લેખિત ફરિયાદ આપી જવાબદારો સામે ગુનો દાખલ કરવા સહિતની કાયદાકીય કાર્યવાહીની માગણી કરાઇ હતી. નવી નખાયેલી આ પાણીની લાઇનમાં હથિયારો અને પથ્થરો વડે અવારનવાર તોડફોડ કરવામાં આવી રહી છે, જેના કારણે લાઇન તળેના ગામોને પાણીથી વંચિત રહેવું પડે છે. સંબંધિત તંત્ર આ સંબંધી કાર્યવાહી માટે ઊણું ઉતરી રહ્યું હોવાની પણ ફરિયાદ કરાઇ હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer