કોરોનાકાળમાં નવજાત શિશુના સામાજિક વિકાસને પણ બાધા

ભુજ, તા. 15 : કોરોના મહામારીએ એક તરફે સામાજીક, આર્થિક સમસ્યાઓ તો સર્જી જ છે, તેમાં હવે નવજાત શિશુઓના સામાજીક વિકાસને બાધા પહોંચતી હોવાનું ચિંતાજનક  તબીબી તારણ નીકળ્યું છે.ગાંધીધામના બાળરોગ તજજ્ઞ ડો. રાજેશ માહેશ્વરીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે દોઢ બે માસની વયના શિશુમાં સોશ્યલ સ્માઇલ જોવા મળે છે, નવજાત બાળક એકદમ નીકટના સભ્યો એટલે કે માતા પિતાનો ચહેરો જોઇને સ્મિત રેલાવે છે. આના લીધે શિશુનો આંતરિક વિકાસ થતો હોય છે.આ સંજોગોમાં અત્યારે નવજાત શિશુના માતા પિતા સતત માસ્કમાં જોવા મળે છે. માતા પિતા કે ઘરના સભ્યો શિશુની સામે હસે તો જ બાળક પ્રતિભાવ આપે છે. આ માસ્કના લીધે નિકટના સભ્યોને ઓળખવામાં મુશ્કેલી નડે છે અને સોશ્યલ માઇલસ્ટોનના વિકાસમાં બાધા નડે છે. કારણ કે તેના નિકટ રહેતા કુટુંબીજનોની ઓળખ ધૂંધળી બને છે, આ વિષય શિશુ તજજ્ઞો ચિંતાજનક લેખાવે છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer