વકફ?બોર્ડ અને ડાયરેક્ટર સામે કેરા ખોજા જમાત દ્વારા સમાહર્તાને ફરિયાદ

ભુજ, તા. 15 : તાલુકાના કેરા ગામે ખોજા શિયા ઇસ્ના અસરી જમાતના વિવાદ બાબતે આજે જમાત દ્વારા જિલ્લા કલેક્ટરને વકફ બોર્ડ અને તેના ડાયરેક્ટરની કાર્યવાહી વિશે લેખિતમાં આવેદનપત્રના સ્વરૂપમાં ફરિયાદ આપવામાં આવી હતી. જમાતના સેક્રેટરી ફઝલે અબ્બાસ ઓનઅલી ખોજા તથા અન્ય હોદ્દેદારો અને સભ્યોએ આજે ભુજ આવી સમાહર્તા સમક્ષ આ લેખિત ફરિયાદ કરાઇ હતી, જેમાં વકફ?બોર્ડ અને ડાયરેક્ટર આમદભાઇ જત દ્વારા કરાયેલી કાર્યવાહી સામેના આધાર-પુરાવા રજૂ કરાયા હતા.બોર્ડના ડાયરેક્ટરે ઉઠાવેલા વિવિધ મુદ્દાનું પુરાવા સાથે ખંડન કરી જમાતના વર્તમાન હોદ્દેદારો જ્યારે નીમાયા ત્યારે આ ડાયરેક્ટર પોતે જાતે હાજર હોવાનું જણાવાયું હતું. આ મામલે જમાતને ન્યાય મળે અને જવાબદારો સામે કાર્યવાહી કરાય તેવી આવેદનપત્રમાં માગણી કરાઇ હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer