ગાંધીધામથી ખારીરોહરનો તદ્દન બિસમાર માર્ગ મરંમત કરાવો

ગાંધીધામ, તા. 15 : અહીંથી ખારીરોહર જતો માર્ગ લાંબા સમયથી અત્યંત બિસમાર બની ગયો છે. હવે ચોમાસું માથે છે ત્યારે આ રસ્તાના ખાડા પુરાશે નહીં તો ગંભીર અકસ્માત સર્જાશે તેવું જણાવીને તાલુકા પંચાયતના મહિલા સભ્યએ તેની તત્કાળ મરંમતની માંગ કરી છે.મહિલા અગ્રણી મીઠીબેન સોલંકીએ માર્ગ અને મકાન વિભાગ, મુંદરાના નાયબ કાર્યપાલક ઇજનેરને પત્ર પાઠવીને જણાવ્યું છે કે, ગાંધીધામના ઓવરબ્રિજ નીચેથી ખારીરોહર તથા આઇઓસી, બીપીસી તરફ જતો રસ્તો અત્યંત ઊબડખાબડ છે. આ રસ્તામાં ઠેરઠેર મોટા ખાડા પડી ગયા છે, જેને ચોમાસા પહેલાં સરખા કરવા જરૂરી છે.મોટા ખાડાને કારણે ભવિષ્યમાં ગંભીર અકસ્માતનો ખતરો રહે છે. ખારીરોહરથી કંડલા આવતા-જતા વાહનો, શ્રમિકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાથી આ માર્ગની સત્વરે મરંમત કરવાનો પત્રમાં અનુરોધ કરાયો છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer