ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ

ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ
ભુજ, તા. 10 : અહીંની જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે કચ્છની અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી માટે ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભગવાનભાઈ પ્રજાપતિએ આપેલી વિગતો મુજબ તાજેતરમાં ગ્રાન્ટેડ ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં 59 શિક્ષક સહાયકની ભરતી પ્રક્રિયા બાદ આજે માધ્યમિક શાળાઓ માટે શિક્ષક સહાયકના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે બે દિવસ ચાલનારી આ કાર્યવાહી પૈકી પ્રથમ દિવસે કચ્છને ફળવાયેલા 240 ઉમેદવારમાંથી 157 હાજર રહ્યા હતા, જ્યારે આવતીકાલે બાકીના 79 શિક્ષણ સહાયકોના ડોક્યુમેન્ટ ચકાસાશે. વર્તમાન કોરોનાની પરિસ્થિતિના કારણે સંક્રમણ ન ફેલાય તે માટે દર બે કલાકે 40-40 ઉમેદવારને બોલાવાયા હતા.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer