ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિના સભ્યપદે સાહિત્યકાર ડો. દર્શનાબેનની નિમણૂક

ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિના સભ્યપદે સાહિત્યકાર ડો. દર્શનાબેનની નિમણૂક
ભુજ, તા. 10 : કચ્છ યુનિવર્સિટીના પૂર્વ ઈ. કુલપતિ અને કચ્છના જાણીતા મહિલા સાહિત્યકાર ડો. દર્શનાબેન ધોળકિયાની ગુજરાતી સાહિત્ય પરિષદ-અમદાવાદની મધ્યસ્થ સમિતિના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. ડો. દર્શનાબેન આગામી 3 વર્ષ માટે પરિષદના અમદાવાદની મધ્યસ્થ સમિતિના સભ્યપદે રહેશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતી સાહિત્ય પરિષદ એ સાહિત્યકારો અને સાહિત્યસેવીઓ દ્વારા રચાયેલી સંસ્થા છે, જેનો ઉદ્દેશ ગુજરાતી ભાષા-સાહિત્યની સર્વ શાખાઓ અને પ્રવૃત્તિઓનું સંરક્ષણ અને વિકાસ કરવાનો છે.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer