સેવા સાધનાને 28 કોન્સન્ટ્રેટર યંત્ર આપવા માટેનો કાર્યક્રમ યોજાયો

સેવા સાધનાને 28 કોન્સન્ટ્રેટર યંત્ર આપવા માટેનો કાર્યક્રમ યોજાયો
ભુજ, તા. 10 : કચ્છમાં વ્યાપક સ્તર પર આવશ્યક સેવાઓમાં કાર્યરત સેવા સાધના કચ્છને ચાર સંસ્થા દ્વારા 28 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સોળ મશીન સેવા ભારતી ગુજરાતના માધ્યમથી સેવા ઈન્ટરનેશનલ દ્વારા, ભુજ એન.એમ.ઓ.ના માધ્યમથી ભણશાલી ટ્રસ્ટ મુંબઈ દ્વારા પાંચ મશીન, ફોકિયાના નિમેષભાઈ ફડકે દ્વારા પાંચ અને વ્યવસાય અર્થે કુવૈત સ્થિત જૈન ગ્રુપ દ્વારા બે મશીનો સેવા સાધના કચ્છને અર્પણ કરવામાં આવ્યા હતા. આરએસએસના સ્વયંસેવકો સમગ્ર કચ્છમાં ફેલાયેલા હોવાથી દૂરસુદૂર વાગડ, અબડાસાથી લઈ સમગ્ર કચ્છમાં મોટાભાગના મશીનો લાભાર્થીઓ સુધી ઉપયોગ થઈ રહ્યા છે તે જાણીને દાન આપનાર દાતાઓએ પોતાનો હેતુ સાર્થક થયાનો આનંદ વ્યક્ત કર્યો હતો. સંસ્થાના પ્રમુખ માવજીભાઈ સોરઠિયાએ સૌ દાતાઓનો આભાર માન્યો હતો. આ મશીનો ડિપોઝિટ લઈ મશીન જમા થઈ પરત આપી દેવાની શરતે સમગ્ર કચ્છમાં આપવામાં આવી રહ્યા છે. જરૂરતમંદ લોકોએ સેવા સાધનાના કાર્યાલય નંબર 94280 86509 પર સંપર્ક કરવા સંસ્થાના મંત્રી દામજીભાઈની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer