આદિપુરમાં ગિલોય વાવેતરનો પ્રારંભ : સ્મૃતિવનમાં પાંચ હજાર છોડ વવાશે

આદિપુરમાં ગિલોય વાવેતરનો પ્રારંભ : સ્મૃતિવનમાં પાંચ હજાર છોડ વવાશે
આદિપુર, તા. 10 : રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અક્સીર ગણાતી તેમજ અનેક પ્રકારના પોષક તત્ત્વો ધરાવતી ગિલોયના વર્ષ દરમ્યાન પાંચ હજાર જેટલા છોડના વાવેતરના સંકલ્પ અંતર્ગત અહીંના રેલવે સ્ટેશન પાસેના રામ સ્મૃતિવનમાં વિશ્વ પર્યાવરણ દિવસે 200 રોપાનું વાવેતર કરાયું હતું. યોગ શિક્ષક એવા અહીંના સામાજિક કાર્યકર અને પ્રકૃતિપ્રેમી ઉમેશ સોંડાગરે ગત વર્ષે 1300 જેટલા ગિલોયના છોડ વાવ્યા હતા. કોરોના સામે લડવા માટેના અનેક ઉપાયો પૈકી ગિલોયનું સેવન પણ વધ્યું છે ત્યારે લોકોની જરૂરતને પહોંચી વળવા આ સંકલ્પ ઉમેશભાઈએ લીધો છે. કોરોનાના દર્દી કે તેના પરિવારો માટે ગિલોયની નિ:શુલ્ક સેવા પણ તેઓ કરે છે. વાવેતરના પ્રારંભિક કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના પ્રમુખ સુરેશ ઠક્કર, પ્રાંત ઉપાધ્યક્ષ જખાભાઈ હુંબલ, મહિલા સંયોજિકા હિનાબેન શાહ, પ્રો. તેજસ પૂજારા, સંદીપ ઠક્કર, ડો. ઋષિકેશ ઠક્કર, મુકેશ સેવક, રાજુ ઠક્કર `ઉત્સવ', યોગ કોચ ભૂપતસિંહ સોઢા વિ. ઉપસ્થિત રહ્યા હતા. જે લોકો પોતાના ઘર પાસેના લીમડા કે સોસાયટીમાં ગિલોય વાવવા ઈચ્છતા હોય તેમણે ઉમેશભાઈ (મો. 97267 92900)નો સંપર્ક કરવા જણાવાયું છે.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer