મોટી વિરાણીમાં વિકાસની સાથે ધાર્મિક કાર્યમાં વધુ એક ઉમેરો

મોટી વિરાણીમાં વિકાસની સાથે ધાર્મિક કાર્યમાં વધુ એક ઉમેરો
વિરાણી મોટી (તા. નખત્રાણા), તા. 10 : અહીં મા ગાયત્રી તથા સત્યનારાયણ મંદિરના નૂતન મંદિર નિર્માણ કાર્ય માટે ભૂમિપૂજન, શિલાન્યાસ કાર્યક્રમ સંતો, ગામના તમામ સમાજોના અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો.`ગાયત્રી મંદિરના નિર્માણથી ગામની વિકાસ ગતિ સાથે ધાર્મિક કાર્યમાં એક વધુ ઉમેરો થતાં ધર્મકાર્ય ગામ માટે ગૌરવપ્રદ બની રહેશે.' નૂતન મંદિર માટેની આધારશીલા સ્થાપિત કરતાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ગ્રામજનોનું ગાયત્રી મંદિર નિર્માણ માટેનું સ્વપ્નું સાકાર થવા ગતિ કરી રહ્યું છે ત્યારે ધર્મકાર્યમાં દરેકે તન, મન, ધનથી સહયોગ આપવા અપીલ કરી હતી. ગાયત્રી પરિવારના સ્થાપક મંદિર નિર્માણના પ્રણેતા અને ભૂમિદાતા પ્રતાપશંકર મૂળશંકર જોષી, સહયોગી સ્વ. ગોવિંદગિરિ અનોપગિરિ ગોસ્વામીની ઉદારતાને બિરદાવ્યા હતા. ઉપસ્થિત સંત સુરેશદાસજી તથા કબીર આશ્રમના સંચાલક અબજી બાપાએ આ ધાર્મિક ઉત્થાન કાર્યની શુભ ઘડીને બિરદાવતાં અશીર્વચન આપ્યા હતા.આરંભમાં સ્વાગત પ્રવચન પૂર્વ સરપંચ છગનલાલ ઠક્કરે કરતાં તેમણે મંદિર કાર્ય અંગેની પૂર્વભૂમિકા વર્ણવી હતી. ભૂમિપૂજનના યજમાનપદે જેન્તીભાઇ મનજી તેજાણી રહ્યા હતા. આચાર્ય યોગેશભાઇ મારાજે પૂજનવિધિ સંપન્ન કરાવી હતી. અ.ભા.ક.પા. સમાજના પ્રમુખ અબજીભાઇ કાનાણી, તા.પં.ના પૂર્વ પ્રમુખ ભરતભાઇ સોમજિયાણી, સરપંચ અમૃતભાઇ જેપાર, ઉપસરપંચ જયેશભાઇ ગુંસાઇ, ગ્રા.વિ. મંડળના પ્રમુખ હાજી નૂરમામદભાઇ ખત્રી, વેપારી મંડળના પ્રમુખ અનિલ ભાનુશાલી, પા.સ.ના પૂર્વ પ્રમુખો હિંમતભાઇ સોમજિયાણી તથા માવજીભાઇ રૂડાણી, પૂર્વ સરપંચ જેઠાભાઇ પટેલ, ગ્રા.વિ. મંડળના સૂર્યકાંત ધનાણી તથા દીપક આઇયા, લો.મ.ના પ્રમુખ ભાવેશ આઇયા, ટ્રસ્ટી પ્રકાશ આઇયા વગેરે હાજર રહ્યા હતા. આભારવિધિ મનજીભાઇ માસ્તરે કરી હતી.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer