કોરોના કાળમાં વૃક્ષના માવજતની અપાયેલી સમજ

કોરોના કાળમાં વૃક્ષના માવજતની અપાયેલી સમજ
મોટા અંગિયા, તા. 10 : અહીંની ગ્રામ પંચાયત દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પ્રદેશ યુવા મોરચાના નવનિયુક્ત પ્રમુખ ડો. પ્રશાંત કોરાટ, જિલ્લા પંચાયતના પ્રમુખ પારુલબેન, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા તથા તાલુકા પંચાયતના પ્રમુખ જયસુખભાઈની ઉપસ્થિતિમાં  મોટા અંગિયા મધ્યે 500 વૃક્ષારોપણ તથા વૃક્ષ રોપા અને માસ્ક, સેનિટાઈઝર વિતરણ કરવામાં આવ્યા હતા. યુવા પ્રદેશ અધ્યક્ષે કોરોનાની પરિસ્થિતિમાં ઓક્સિજનનું મહત્વ, સરકારની કામગીરી અને વૃક્ષોના માવજતની સમજ આપી. ગામના વિકાસ કાર્યો અને કોરોના મહામારીમાં કરેલી કામગીરીની સરાહના કરાઈ હતી. ઈકબાલ ગાંધી દ્વારા શાબ્દિક પ્રવચન અને પંચાયતની પ્રવૃત્તિઓની રજૂઆત કરવામાં આવી અને 11000 વૃક્ષ વાવેતરનો પંચાયત દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો હતો. જિલ્લા ભાજપના મહામંત્રી અનિરુદ્ધ દવે, જિલ્લા ભાજપના પ્રમુખ રાહુલ ગોર, પ્રફુલાસિંહ જાડેજા, તાલુકા ભાજપના પ્રમુખ દિલીપભાઈ, મહામંત્રી હરિસિંહ રાઠોડ, કારોબારી ચેરમેન મહેન્દ્રસિંહ, જિતેન્દ્રસિંહ, ચંદનસિંહ, લાલજીભાઈ રામાણી, ગ્રામ પંચાયતના સદસ્યો કલાભાઈ, ખીમજીભાઈ, નીતાબેન, દેવલબેન, હારૂનભાઈ તેમજ તમામ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer