સિંધી ટેલેન્ટ શોના નૃત્ય વિભાગમાં કચ્છની કન્યા દ્વિતીય ક્રમે

સિંધી ટેલેન્ટ શોના નૃત્ય વિભાગમાં કચ્છની કન્યા દ્વિતીય ક્રમે
આદિપુર, તા. 10 : મુલુન્ડ અને થાણેના સાંઇ સિંધીયત ફાઉન્ડેશન દ્વારા ફેસબુક પર આયોજિત વર્ચ્યુઅલ કાર્યક્રમ સિંધી ટેલેન્ટ શોના નૃત્ય વિભાગમાં કચ્છની બાળા જાન્હવી હીરાણીએ  દ્વિતીય ક્રમ અર્થાત પ્રથમ રનરઅપનું સ્થાન મેળવ્યું હતું. નૃત્ય સ્પર્ધા સિઝન-3ના આ કાર્યક્રમમાં ભારતભરમાંથી 35 બાળકે  ભાગ લીધો હતો અને એમાં બે શ્રેણીઓ હતી. પ્રથમ શ્રેણી એટલે 5થી 10 વર્ષ તથા બીજી શ્રેણીમાં 10થી 16 વર્ષના બાળકો હતા. પ્રથમ 12 શોમાંથી સેમિફાઇનલ તથા છેલ્લા બે શોમાં અંતિમ સ્પર્ધા યોજવામાં આવી હતી. દર્શકોએ ફેસબુક પર સંદેશાઓ પાઠવીને સ્પર્ધકોનો  ઉત્સાહ વધાર્યો હતો. અંતિમ એપિસોડમાં હાસ્ય કલાકાર પરમાનંદ વ્યાસી તથા વર્ષ 2013ની મિસ ઇન્ડિયા સિમરન આહુજાએ હાજરી આપી હતી. દરેક ગ્રુપના પ્રથમ ત્રણ વિજેતાઓને  સ્મૃતિચિહ્ન તથા પુરસ્કારની રકમ કુરિયર દ્વારા મોકલવામાં આવશે. આ સ્પર્ધામાં કચ્છની કુ. જાહન્વી હીરાણી પ્રથમ રનરઅપ તરીકે વિજેતા જાહેર થઇ હતી.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer