ચેક પરત થવાના જુદા-જુદા બે કેસમાં માંડવીના વેપારીને ત્રણ-ત્રણ માસની કેદ

નલિયા, તા. 10 : ચેક પરત થવાની બે અલગ-અલગ ફોજદારી ફરિયાદ સંદર્ભે નલિયાની કોર્ટે નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ હેઠળ માંડવીના વેપારીને 3-3 મહિનાની સાદી કેદ અને ફરિયાદીને એકંદરે રૂા. 1,40,000નું વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો. જો વળતર ન ચૂકવાય તો 1-1 મહિનાની વધુ કેદની સજા ભોગવવાનો હુકમ પણ આ ચુકાદામાં કરાયો હતો.  કોઠારાના ભરત લાલજી શાહે માંડવીના વેપારી લાલજીભાઈ કે. છાબળિયાને ઘઉં વેચ્યા હતા જેની રકમ પેટે આરોપીએ 45000-45000 હજારના બે ચેક ફરિયાદીને માંડવી સ્ટેટ બેંકના આપ્યા હતા. જે ચેક પરત થતાં નલિયા કોર્ટમાં આ બે અલગ-અલગ ફોજદારી ફરિયાદો થઈ હતી.  આ કેસ નલિયા કોર્ટમાં ચાલતાં આરોપી લાલજીભાઈને તકસીરવાન ઠરાવી જ્યુડિશિયલ ફ.ક. મેજિસ્ટ્રેટ પી.એસ. રોંદલએ પ્રત્યેક કેસમાં 3-3 મહિનાની સાદી કેદ અને રૂા. 70,000- 70,000 ફરિયાદીને વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો હતો. વળતર ન ચૂકવાય તો 1-1 માસની વધુ સજા ભોગવવાનો પણ હુકમ કરાયો હતો. ફરિયાદી પક્ષે સિનિયર ધારાશાત્રી જગદીશગિરિ ગોસ્વામી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer