અદાણી વિલમાર કંપનીના કસ્ટર પ્લાન્ટમાંથી ત્રણ લાખનો વાયર ચોરાયો

ભુજ, તા. 10 : મુંદરા તાલુકામાં પ્રાગપર-1 ખાતે આવેલા અદાણી વિલમાર કંપનીના કસ્ટર પ્લાન્ટના ક્રેપ યાર્ડ અને બોઇલર પ્લાન્ટ ખાતેથી રૂા. ત્રણ લાખની કિંમતનો વાયર ચોરી જવાયાનો મામલો પોલીસ દફતરે ચડયો છે. ચોરી બાબતે મંથન વલ્લભદાસ કડાચીએ લખાવેલી ફરિયાદ મુજબ ગત તા. 27/5 અને તા. 6/6ના અરસામાં આ તસ્કરીને અંજામ અપાયો હતો. મુંદરા પોલીસે ગુનો દાખલ કરીને કેસની આગળની તપાસ હાથ ધરી છે.  ફરિયાદને ટાંકીને પોલીસ સૂત્રોએ આ વિગતો આપતાં જણાવ્યું હતું કે, અદાણી વિલમાર કંપનીના કસ્ટર પ્લાન્ટના ક્રેપ યાર્ડ અને બોઇલર પ્લાન્ટ પ્રાગપર ખાતે આવેલા છે. આ સ્થળેથી જુદી જુદી લંબાઇના અને અલગ અલગ સ્કવેર મીટરના એક હજાર મીટર વાયર આ કિસ્સામાં ચોરી જવાયા છે. ઉઠાવી જવાયેલા મુદ્દામાલની કિંમત રૂા. ત્રણ લાખ અંકારવામાં આવી છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer