આજે સેમિમાં નાદાલ-જોકોવિચનો મહામુકાબલો

પેરિસ, તા.10: ફ્રેંચ ઓપનના મેન્સ સેમિ ફાઇનલમાં શુક્રવારે મહા ટકકર થશે. દુનિયાના બે મહાન ખેલાડીમાં સામેલ નોવાક જોકોવિચ અને રાફેલ નાદાલ સેમિ ફાઇનલમાં આમને-સામને હશે. નડાલ ફ્રેંચ ઓપનમાં 13 વખત ચેમ્પિયન બનવાનો રેકોર્ડ ધરાવે છે. જયારે જોકોવિચ રોલાન્ડ ગેરોસની લાલ માટી પર ફકત એક જ વખત ચેમ્પિયન બન્યો છે.જોકોવિચ-નડાલની ટકકરને વિવેચકોએ `અલ કલાસિકો' નામ આપ્યું છે. આ એક સ્પેનિશ શબ્દ છે. જેનો મતબલ છે ઉત્કૃષ્ટ. સ્પેનિશ ફૂટબોલમાં બાર્સિલોના અને રિયલ મેડ્રિડની ટકકરને અલ કલાસ્કો કહેવામાં આવે છે.બુધવારે રમાયેલા કવાર્ટર ફાઇનલમાં નંબર વન જોકોવિચે વર્લ્ડ નંબર 9 માતિયો બેરેતિનીને 6-3, 6-2, 6-7 અને 7-પથી હાર આપી હતી. જયારે વર્લ્ડ નંબર ત્રણ સ્પેનના રાફેલ નડાલે 10મા ક્રમના આર્જેન્ટિનાના ખેલાડી ડિએગો શ્વાર્ટજમેનને 6-3, 4-6, 6-4 અને 6-0થી હાર આપીને સેમિમાં જગ્યા બનાવી હતી.ફેંચ ઓપનનો બીજો સેમિ ફાઇનલ મેચ જર્મનીના વર્લ્ડ નંબર 6 એલેકઝાંડર જ્વેરેવ અને ગ્રીસના પાંચમા ક્રમના ખેલાડી સિટસિપાસ વચ્ચે થશે.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer